સંજય રાઉત તા.22 સુધી ન્યાયીક કસ્ટડીમાં

08 August 2022 05:20 PM
Maharashtra
  • સંજય રાઉત તા.22 સુધી ન્યાયીક કસ્ટડીમાં

શિવસેનાના પ્રવકતાની મુશ્કેલી વધી: પત્નીની ફરી પુછપરછ થશે

મુંબઈ તા.8 : શિવસેનાના પ્રવકતા તથા સાંસદ સંજય રાઉતને તા.22 ઓગષ્ટ સુધી જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. મુંબઈના પાત્રા ચોલ પ્રકરણમાં રાઉતની 31 જુલાઈના ધરપકડ કરવામાં આવી હતી અને અત્યાર સુધી તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની કસ્ટડીમાં હતા અને આજે તે પુરી થયા બાદ અદાલતમાં રજુ કરાતા તેમને તા.22 ઓગષ્ટ સુધી જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે જયારે ગત સપ્તાહે રાઉતના પત્ની વર્ષા રાઉતની પણ ઈડી દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. પશ્ર્ચિમ મુંબઈના ગોરેગાંવ સ્થિત સિદ્ધાર્થનગરમાં 47 એકર જમીનમાં વસેલા 672 પરિવારોને પુન: વસવાટના મુદે મહારાષ્ટ્ર હાઉસીંગ ડેવલપમેન્ટ ઓથોરીટી અને એક ક્ધસ્ટ્રકશન કંપની વચ્ચે કરાર થયા હતા. જેમાં કંપનીના નિર્દેશક પ્રવિણ રાઉતે સંજય રાઉતના નજદીકી સાથી હતા અને આ જંગી કૌભાંડ સર્જાયું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement