ભાવનગરમાં કોરોનાથી બે દર્દીના મોત જિલ્લામાં આજે 6 નવા કેસ

08 August 2022 09:37 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં કોરોનાથી બે દર્દીના મોત જિલ્લામાં આજે 6 નવા કેસ

શહેરમાં ગઈકાલે જ પોઝિટિવ આવેલી 30 વર્ષીય મહિલા અને સારવારમાં રહેલ વૃદ્ધાએ દમ તોડ્યો

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.8
ભાવનગરમાં આજે કોરોનાથી બે ના  મોત નિપજ્યા છે . જ્યારે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોનાવાયરસએ ભાવનગરમાં વધુ બે નો ભોગ લીધો છે. આજે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા 75 વર્ષના વૃદ્ધાનું તેમજ શહેરના વિઠ્ઠલવાડી માં રહેતા 30 વર્ષીય મહિલાનું કોરોના ને કારણે મોત નિપજ્યું છે. 30 વર્ષની મહિલા હજી ગઈકાલે જ કોરોના પોઝિટીવ થઇ હતી.
ભાવનગર શહેરમાં આજે 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે  ભાવનગર ગ્રામ્ય માં 1 કેસ નોંધાયા છે. આજે ભાવનગર શહેરમાંથી 30 અને ભાવનગર ગ્રામ્ય માંથી 6 સહિત કુલ 36 દર્દીઓ ડિસ્ચાર્જ થયેલ છે

આજે ભાવનગરમાં બે મોત નિપજતા ભાવનગર જિલ્લામાંઅત્યાર કોરોના નો મૃત્યુઆંક વધીને 364 થવા પામ્યો છે .હવે ભાવનગરમાં કોરોના ના એક્ટિવદર્દીઓની સંખ્યા 75 રહેવા પામી છે.


Related News

Loading...
Advertisement
Advertisement