ઉપલેટામાં 4, જામકંડોરણામાં 3.5, મેંદરડા-બગસરા-બાબરામાં 3-3 ઇંચ

09 August 2022 11:27 AM
Rajkot Saurashtra
  • ઉપલેટામાં 4, જામકંડોરણામાં 3.5, મેંદરડા-બગસરા-બાબરામાં 3-3 ઇંચ

► શ્રાવણ માસમાં વરસતી કૃપા: રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ

► જૂનાગઢમાં મીની વાવાઝોડું ફુકાયું: જામજોધપુરમાં વીજળી પડતા ત્રણ ભેંસના મૃત્યુ અનેક તાલુકા મથકોએ અડધોથી ત્રણ ઇંચ પાણી પડયું

રાજકોટ,તા.9
ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે સૌરાષ્ટ્રમાં વિવિધ જિલ્લાઓમાં 0.5 થી 4 ઇંચ, સુધીનો વરસાદ પડયો હતો. ખાસ કરીને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 4 અને જામકંડોરણામાં 3.5 ઇંચ તથા ધોરાજી, ગોંડલમાં 1-1 ઇંચ વરસાદ પડયો હતો.તથા જૂનાગઢમાં મીની વાવાઝોડા સાથે મેંદરડામાં 3 તથા કેશોદ વંથલીમાં બે ઇંચ, અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 2.5 ઇંચ તથા તાલાલામાં 1, અમરેલીના બાબરામાં 3, બગસરામાં 3, લીલીયામાં 1.5 ભાવનગરના ગારીયાધારમાં 1.5 ઇંચ અને બોટાદ શહેરમાં 1.5 તથા વરવાળામાં 1 ઇંચ, વરસાદ પડયો હતો. તેમજ જામજોધપુરમાં વિજળી પડતા 3 ભેંસના મોત થયા હતા.

ઉપલેટાથી મળતા અહેવાલો મુજબ ઉપલેટા શહેરમાં 4 ઉપરાંત ગત સવારના 7 થી સાંજના 6 તાલુકાના ગામડાઓ વરસાદ પડેલ હતો જેમા ભાયાવદર, 2 ખાખીજાળીયા, 3 ગઢાળા, રા મોજીરા, 2 મોટી પાનેલી, રા ઈંચ વરસાદ નોંધાયેલ છે. ઉપલેટામાં માત્ર ઝાપટા પડેલ હતા. તાલુકાના મોજ ડેમમાં 0,80ની નીરની આવક થયેલ છે ડેમની સપાટી 44 ફુટ છે. તેમાં 37,30 થયેલ છે .ડેમ ઉપર 40 મી.મી. વરસાદ નોધાયલ છે.મોસમનો કુલ વરસાદ 435 મી.મી. થયેલ છે. વેણુ-2 ડેમ ની સપાટી 54,17 ફુટની છે. તેમાં હાલ 52,53 ભરાયેલ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ઉપલેટામાં સતત વરસ થયેલો વરસાદ સાંજના 8 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો નોંધાયેલો છે જ્યારે વેણુ ડેમની ઉપરવાસમાં વરસાદ પડતા વિનુ ડેમમાં પાણીની આવક વધી જતા અને ડેમનો તબક્કા વાર લેવલ જાળવવા ગઈકાલે વેણુ એમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવેલા હતા. આજુબાજુના ડેમની નીચાણ વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારો ગધેથડ નાગ વગર ગણોદના લોકોને સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ હતું.

સોરઠમાં ગઇકાલે બપોરબાદ ભાદરવાનો માહોલ છવાયો હોય તેમ અડધાથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢમાં સમી સાંજે ભારે પવન વિજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ દોઢ ઇંચ તુટી પડયો હતો. મોતીબાગ મધુરમ, તળાવ ગેઇટ, મજેવડી ગેઇટ, બસ સ્ટેશન રોડ, સુખનાથ ચોકમાં અડધી કલાકમાં મેઘરાજાએ તેનું રૌદ્ર સ્વરૂપ દેખાયું હતું. સર્વત્ર પાણી પાણી થઇ જવા પામ્યું હતું.

રવીવારના કેન્દ્રીય મંત્રી રૂપાલા પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ, જીતુ વાઘાણી સહિતના નેતાઓ જૂનાગઢમાં આવેલ ત્યારે મનપા રોડ રસ્તાના ખાડા પુર્યા હતા. તે ગત સાંજે ભારે તોફાની વરસાદમાં ખાડાનું ધોવાણ થઇ જવા પામ્યું હતું.

ઉપરાંત જિલ્લામાં મેંદરડામાં ગઇકાલે બપોર 4થી માં 2 ઇંચ માણાવદર દોઢઇંચ, વિસાવદર એક ઇંચ, માંગરોળ પોણો ઇંચ અને ભેંસાણ અડધો ઇંચ નોંધાયો હતો. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત રાત્રે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી, ખંભાળિયા સહિત જિલ્લામાં સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદ વરસાવી દીધો હતો. ખાસ કરીને ખંભાળિયામાં આશરે પોણો કલાકના સમય ગાળામાં ધોધમાર બે ઈંચ પાણી પડી ગયું હતું.

ખંભાળિયા પંથકમાં ગઈકાલના આખો દિવસ સર્જાયેલા ગરમી અને બફારા ભર્યા માહોલ બાદ રાત્રે થતી વીજળી વચ્ચે પોણા દસેક વાગ્યે વીજળીના કડાકા ભડાકા અને પવનના સુસવાટા વચ્ચે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જે આશરે પોણો કલાકના સમયગાળા દરમિયાન બે ઈંચ (47 મી.મી.) વરસી ગયો હતો. વાઝડી સાથેના સાંબેલાધારે વરસેલા આ વરસાદથી થોડો સમય ભાયનો માહોલ પ્રસરી ગયો હતો અને આ તોફાની વરસાદના કારણે તુરંત વીજપુરવઠો લાંબા સમય માટે ખોરવાઈ જતા નગરજનો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.

આ ધોધમાર વરસાદના પગલે માર્ગો પર પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા. આ સાથે ગતરાત્રિનો ભાણવડ તાલુકામાં પણ દોઢ ઇંચ (36 મીલીમીટર) અને દ્વારકા તાલુકામાં પણ રાત્રિના એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકામાં માત્ર 6 મી.મી. વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સવારે 10 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકામાં 47, ભાણવડ તાલુકામાં 35, દ્વારકા તાલુકામાં 30 અને કલ્યાણપુર તાલુકામાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે.

ગોહિલવાડ પંથકમાં પણ ગત રાત્રે વરસાદ પડ્યો હતો. જિલ્લાનામાં ઉમરાળામાં ધોધમાર બે ઈંચ વરસાદ અને વલભીપુરમાં એક ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે અન્ય તાલુકામાં છૂટા છવાયા ઝાપટાથી લઈ અડધાથી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.

આજે સવારે છ વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના ઉમરાળા વલભીપુર 41મી.મી. ગારીયાધાર 35 મી.મી. સિંહોર 10 મી.મી.ઘોઘા 7 મી.મી. અને ભાવનગર શહેરમાં 1 મી.મી વરસાદ નોંધાયો છે. આજે મંગળવારે સવારે પણ શહેર અને જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું છે.

જયારે જોધપુરમાં પરડવામાં વીજળી પડવાથી 3 ભેંસોના મોત થયા હતા. જામજોધપુરમાં ગઇકાલે સાંજે 6 વાગ્યે જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જામતા અત્યાર સુધીનો 45 એમ.એમ. વરસાદ નોંધાયો છે. જયારે પરડવામાં વીજળી પડતા 3 ભેંસોના મોત થયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement