ગુરૂવારે રક્ષાબંધન : રાખડી બાંધવાના શુભ મુહૂર્તો

09 August 2022 11:57 AM
Rajkot Dharmik
  • ગુરૂવારે રક્ષાબંધન : રાખડી બાંધવાના શુભ મુહૂર્તો

ભદ્રા (વિષ્ટિ) પાતાળ લોકમાં વાસ હોય છે માટે પૃથ્વીલોક માટે બાધ્ય નથી

શ્રાવણ સુદ 15 ગુરુવાર તા. 11/8/2022ના સવારે 10:40 થી છે, ચંદ્ર મકર રાશિમાં છે જે ભદ્રા (વિષ્ટિ) પાતાળ લોકમાં વાસ હોય છે માટે પૃથ્વીલોક માટે બાધ્ય નથી, ( સંદર્ભ ગ્રંથ : જાતક તત્વ ગ્રંથ ), તા. 12/8/2023 શુક્રવાર પૂનમ સવારે 7:06 સુધી છે ( ધર્મસિંધુ ગ્રંથ મુજબ ઉદયકાળ ના ત્રણ મુહૂર્ત સુધી પૂનમ ન હોય તો આગળના દિવસે ભદ્રાદોષ રહિત સમય માં રક્ષા બંધન કરવી યોગ્ય છે ) શુક્રવારે પૂનમ 7:06 સુધી છે અને એકમનો ક્ષય છે ( નિર્ણયસિંધુ ગ્રંથ મુજબ આગળના દિવસે રક્ષા બંધન કરવી યોગ્ય છે ), ઉપરાંત તિથિ સૌખ્યમ ગ્રંથ, આરંભસિદ્ધિ ગ્રંથ મુજબ તિથિ, વાર, ભદ્રા ની ગણના કરતા ગુરુવાર તા. 11/8ના રોજ રક્ષા બંધન યોગ્ય જણાય છે વધુમાં પ્રાંતીય માર્ગદર્શન મુજબ પણ રક્ષા બંધન કરવી.

શુભ મુહૂર્ત
તા. 11મીના ગુરૂવારે સવારે 11.10 થી 1.10, બપોરે 2.30 થી 4 તથા સાંજે 5.45 થી 8.30 સુધીનો સમય રાખડી બાંધવા માટે શુભ છે.

પર્વ વિશેષ
ડો. હેમિલ પી. લાઠીયા જયોતિષાચાર્ય અમદાવાદ


Related News

Loading...
Advertisement
Advertisement