શિવપૂજાની વિધિમાં ઘંટ તથા નગારાનું રહસ્ય

09 August 2022 11:59 AM
Dharmik
  • શિવપૂજાની વિધિમાં ઘંટ તથા નગારાનું રહસ્ય

વહેલી સવારે શિવાલયોમાં શિવદર્શન અર્થે જતા હોઇએ છીએ અને ઘંટ વગાડી ભોલાનાથને જગાડવાની કૃતજ્ઞતા વ્યકત કરીએ છે. શિવદર્શન માટે ઘંટ તેમજ શિવપૂજન સમયે નગારુ વગાડવા પાછળ પણ ગુહ્ય રહસ્ય છુપાયેલું છે. શિવ પરમાત્મા તો વાસ્તવમાં જાગતી જયોત છે તેને જગાડવાની જરૂર જ નથી કારણ કે તે કયારેય સુતા જ નથી. તેને માનવ જેવો દેહ નથી તો થાક કે દુ:ખ પણ ન લાગે જો સુવાની જરૂર પડે.

સાચ્ચો અર્થ એ છે કે વિશ્વ પિતા, સર્વના હિતકારી-વિશ્વ કલ્યાણકારી શિવ પરમાત્મા વર્તમાન કળિયુગના અંતમાં આ ધરા પર દિવ્ય અવતરણ કરી સર્વ મનુષ્ય આત્માઓને અજ્ઞાન નિંદમાંથી જગાડી રહ્યા છે. કોઇ સ્થૂળ નિંદ્રાની વાત નથી કારણ કે તે નિંદ્રામાંથી જાગવાના તો ઘણા સાધનો કે આધારો છે. પરંતુ મનુષ્યનું ત્રીજું નેત્ર જે બંધ છે પરિણામે અજ્ઞાનતા વશ માનવ ઘણા વિકર્મ કરી રહ્યા છે. આથી શિવ પરમાત્મા એ નેત્ર ખોલી જ્ઞાન પ્રકાશ આપી રહ્યા છે. ઘંટ અને નગારુ એ મુખાકૃતિનું એક પ્રતિક છે. જેમ મુખની અંદર પોલાણ હોય છે અને તેની ગતિ વિધિથી સુંદર સૂર નીકળે છે.

તેમ ઘંટ તથા નગારાની અંદરનો ભાગ પણ પોલાણવાળો હોય છે ત્યારે જે તેમાંથી સુંદર નાદ ઉત્પન્ન થાય છે જે સર્વને ભકિતમય બનાવી દે છે. શિવ પરત્માએ સૌના ત્રીજા નેત્રને ખોલવા પિતાશ્રી બ્રહ્માના મુખનો આધાર લીધો અને ચારો તરફ તેના જ્ઞાનની તરંગો કે મધુર વાણી વગાડી સમયની સુચના આપી રહ્યા છે કે હવે આ દુ:ખમયી દુનિયા સર્વના જીવનમાંથી દુર થઇ સ્વર્ણિમ સંસાર ફરી આ દુનિયા પર આવી રહેલ છે. જેમ ઘંટ સમયની સુચના આપે છે તેમ શિવપિતા પણ આપણને સમયની સુચના આપી કહી રહ્યા છે. મારા મીઠા બાળકો, વર્તમાન સમયને ઓળખી જીવનને ધન્ય બનાવો મારી યાદ

અને સ્વર્ણિમ દુનિયાની યાદથી જુઓ આ વિશ્વ ઘડીમાં પણ બારના ટકોરા વાગવાને માત્ર થોડી મીનીટો જ બાકી છે. પરિવર્તનશીલ સૃષ્ટિ નાકટકમાં દરેક યુગનો ઘંટ તો વાગ્યા જ... પરંતુ હવે તમે જાગો... સ્વયંને ઓળખો.. શ્રેષ્ઠ સમયને ઓળખો... તેને સફળ કરો... વર્તમાન સંગમ યુગની એક સેક્ધડ પણ એક વર્ષ બરાબર મૂલ્યવાન છે. તેને વ્યર્થ ન ગુમાવો. પ્રકૃતિ પણ પરિવર્તનનો ડંકો વગાડી રહી છે. અને સ્થૂળ ઘડિયાળોના કાંટા પણ નિરંતર ફરી સમયના દર્શન કરાવી રહ્યા છે. આમ શ્રાવણ માસમાં અંતર આત્માને ઢંઢોળીને જ્ઞાનના ત્રીજા નેત્રની મદદથી સ્વયંને રોશન કરવાની વિધિ જ વાસ્તવમાં ઘંટ અને નગારાની યાદગાર છે.


Related News

Loading...
Advertisement
Advertisement