જામનગરના શિવાલયોમાં દેવાધિદેવને વિવિધ પ્રકારનો શણગાર: સાંજે દર્શનાર્થીઓની ભારે ભીડ

09 August 2022 02:12 PM
Jamnagar Dharmik
  • જામનગરના શિવાલયોમાં દેવાધિદેવને વિવિધ પ્રકારનો શણગાર: સાંજે દર્શનાર્થીઓની ભારે ભીડ

જામનગરમાં સ્થાપનાકાળથી જ અનેક શિવમંદિરોનું નિર્માણ થયુ હતું. આ શિવમંદિરો જે તે સમયના રાજવી પરિવારની શિવભકિતની છબી વ્યકત કરે છે. જામનગરમાં રામભકત હનુમાનની ડેરીઓ પછી સૌથી વધુ કોઇ ભગવાનના મંદિર હોય તો તે ઉમાપતિ મહાદેવના છે અને તેથી જ જામનગરને છોટીકાશીની ઉપમા આપવામાં આવી છે.

ખાસ કરીને શ્રાવણ મહિનામાં નગરના શિવાલયો ભકતોના પ્રવાહથી સતત ધમધમતા જોવા મળે છે. તેમાય સોમવારે તો સોનામાં સુગંધ ભળે તેમ વિશેષ પ્રમાણમાં શિવભકતો અભિષેક અને દર્શન માટે પહોંચતા હોય છે. શ્રાવણ માસના તમામ સોમવારે વહેલી સવારની 3:30 કલાકની પ્રથમ આરતીથી લઇને રાત્રીની છેલ્લી આરતી સુધી ભાવિકો શિવની આરાધનામાં ભાગ લે છે.

ગઇકાલે શ્રાવણ માસના બીજા સોમવારે આરતી અને દર્શન તેમજ વિવિધ પ્રકારના અભિષેકથી અભિભૂત થયા બાદ સાંજે શિવમંદિરોમાં પરંપરાગત રીતે યોજાતા વિવિધ પ્રકારના શણગારના દર્શન કરવા માટે પણ અનેક મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી.

શહેરના સુપ્રદ્ધિ એવા અને ચાર દિશામાંથી દર્શન કરી શકાય તેવા શ્રી કાશી વિશ્ર્વનાથ મહાદેવને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. જયંત સોસાયટીમાં આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ગઇકાલે અમરનાથના દર્શનની ઝાંખી યોજાઇ હતી. આ ઉપરાંત રામેશ્ર્વર મહાદેવ, પ્રતાપેશ્ર્વર મહાદેવ અને ભીમાશંકર મહાદેવને પણ ફળ, ફૂલ સહિતની સામગ્રીનો શણગાર કરવામાં આવ્યો હતો.

Related News

Loading...
Advertisement
Advertisement