જામનગરમાં તબીબ અને શિક્ષક સહિત 16 વ્યકિતને કોરોના

09 August 2022 02:27 PM
Jamnagar Health
  • જામનગરમાં તબીબ અને શિક્ષક સહિત 16 વ્યકિતને કોરોના

જામનગર તા.9:
જામનગર શહેરમાં સોમવારે એક તબીબ, એક શિક્ષક, ખાનગી કંપનીના ત્રણ કર્મચારી સહિત વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે.

જામનગરમાં સોમવારે 103 લોકોના કોરોના લક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતાં. જેમાંથી 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક તબીબ, એક મહીલા શિક્ષક, ખાનગી કંપનીના ત્રણ કર્મચારી, એક દુકાનદાર તથા એક જ પરિવારની બે વ્યક્તિનો સમાવેશ થાય છે.

પાંચ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. હાલની સ્થિતિએ 77 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. પાંચ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ દર્દીના વિસ્તારમાં આરોગ્ય વિષયક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 68 લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતા.

જેમાંથી ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં સિક્કા ગામના 49 વર્ષના પુરૂષ, કાલાવડના 80 વર્ષના વૃદ્ધ મહિલા અને માધાપર (સામપર)ના 50 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement