હનુમાનજી દાદાને નાડાછડી-ગુલાબનો શણગાર

09 August 2022 03:32 PM
Botad
  • હનુમાનજી દાદાને નાડાછડી-ગુલાબનો શણગાર
  • હનુમાનજી દાદાને નાડાછડી-ગુલાબનો શણગાર

વિશ્વ શાંતિ હનુમાન ચાલીસા : હનુમંત મંત્ર યજ્ઞ

સાળંગપુરધામ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ મંગળવાર નિમિતે તા.09-08-2022ના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી પૂજારી સ્વામીની મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય નાડાછડી-ગુલાબનો દિવ્યશણગાર ધરાવવામાં આવેલ તથા સવારે 5:45કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ.

બપોરે 11.15 કલાકે પેન-પેન્સીલનો શણગાર કરવામાં આવેલ.જેમાં દાદાને અનેકવિધ પેન-પેન્સીલ ધરાવવામાં આવેલ.પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞ અંતર્ગત પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ-પૂજા પાઠ કરવામાં આવેલ.દિવ્ય સત્સંગના શ્રવણ-દર્શનનો હરિભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.


Loading...
Advertisement
Advertisement