વોટસએપમાં નવા પ્રાઇવસી ફિચર્સ જાહેર

09 August 2022 04:19 PM
India Technology
  • વોટસએપમાં નવા પ્રાઇવસી ફિચર્સ જાહેર

ગુપચુપ ગ્રુપ છોડવા, સ્ક્રીન શોટ બ્લોક કરવા સહિતની અનેક નવી સુવિધાઓ

નવી દિલ્હી, તા. 9
વોટસએપે ત્રણ નવા પ્રાઇવસી ફિચર્સની જાહેરાત કરી છે. જેમાં ચૂપચાપ ગ્રુપ છોડવા, બ્લોક સ્ક્રીન શોટસ વગેરેનો સમાવેશ થાય છે. તાજેતરમાં વોટસએપે નવા પ્રાઇવસી ફિચર્સની જાહેરાત કરી છે. આ નવા પ્રાઇવસી ફિચર્સ યુઝર્સની ટુંક સમયમાં ઉપલબ્ધ થશે.

આ ફિચર્સમાં આપના ઓનલાઇન સ્ટેટસને છુપાવી શકાશે, યુઝર્સને જાણ કર્યા વિના ગૂપચૂપ ગ્રુપમાંથી નીકળી શકાશે અને ચોકકસ પેસેજના સ્ક્રીન શોટને પણ બ્લોક કરી શકાશે.

આ આગામી નવા પ્રાઇવસી ફિચર્સની જાહેરાત વોટસએપના સીઇઓ માર્ક ઝકરબર્ગે કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement