પાક.માં દબાવવામાં આવતો મીડિયાનો અવાજ: ટીવી ચેનલનું પ્રસારણ રોકાયું

09 August 2022 05:50 PM
World
  • પાક.માં દબાવવામાં આવતો મીડિયાનો અવાજ: ટીવી ચેનલનું પ્રસારણ રોકાયું

સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ટીવી ચેનલ એઆરવાયનું ગળુ દબાવાયું

ઈસ્લામાબાદ (પાકિસ્તાન) તા.9 : પાકિસ્તાનની શાહબાઝ શરીફની સરકારે હવે મીડીયાને દબાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનમાં એઆરવાય ટીવી ચેનલનું પ્રસારણ રોકી દેવામાં આવ્યું છે, જેની ઈમરાનખાનની પાર્ટી તહરિક એ ઈન્સાફના અનેક નેતાઓએ ટિકા કરી છે. પાક.ના પુર્વ પીએમ ઈમરાનખાનનું સમર્થન કરવા પર પત્રકાર ઈમરાન રિયાઝની ધરપકડ કરાઈ છે. આ પત્રકાર એઆરવાય ટીવી ચેનલ સાથે જ જોડાયેલો છે. એઆરવાયનું પ્રસારણ એક રિપોર્ટના પ્રસારણના કેટલાક કલાકો બાદ રોકી દેવાયું હતું. આ રિપોર્ટમાં એવો ખુલાસો થયો હતો કે પાક.ની સતારૂઢ સરકાર પીએમએલ-એનએ પુર્વ પીએમ ઈમરાન માનને બદનામ કરવા પોતાની રણનીતિક મીડીયા સેલને એકટીવ કરી દીધી છે.


Related News

Loading...
Advertisement
Advertisement