ભાજપે હંમેશા અપમાનીત કર્યા છે દગો દીધો છે: નિતીશકુમારનો આક્રોશ

09 August 2022 05:56 PM
Politics
  • ભાજપે હંમેશા અપમાનીત કર્યા છે દગો દીધો છે: નિતીશકુમારનો આક્રોશ

પટણા: બિહારમાં એનડીએ સાથે છેડો ફાડીને હવે ફરી રાજદ-કોંગ્રેસ સાથે જોડાઈ રહેલા જનતાદળ (યુ)ના વડા તથા મુખ્યમંત્રી શ્રી નિતીશકુમારે આજે ભાજપ સામે ગુસ્સો ઠાલવતા આરોપ મુકયો કે ભાજપે હંમેશા અમોને અપમાનીત કર્યા છે અને જનતાદળ (યુ)ને ખત્મ કરવા કોશીશ કરી છે. પક્ષના ધારાસભ્યો અને સાંસદોને સંબોધન કરતા શ્રી નિતીશકુમારે કહ્યું હતું કે આપણા માટે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ભાજપે આપણને દગો દેવાનો અને અપમાનીત કરવામાં કોઈ પ્રયાસ બાકી રાખ્યા ન હતા.


Related News

Loading...
Advertisement
Advertisement