બિહાર : આવતીકાલે બપોરે 2 વાગ્યે નીતીશ કુમાર મુખ્યમંત્રી પદના શપથ લેશે : તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બને તેવી શક્યતા

09 August 2022 08:53 PM
India Politics
  • 
બિહાર : આવતીકાલે બપોરે 2 વાગ્યે નીતીશ કુમાર મુખ્યમંત્રી પદના શપથ લેશે : તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બને તેવી શક્યતા
  • 
બિહાર : આવતીકાલે બપોરે 2 વાગ્યે નીતીશ કુમાર મુખ્યમંત્રી પદના શપથ લેશે : તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બને તેવી શક્યતા

7 પક્ષના 164 ધારાસભ્યનું સમર્થન હોવાનો દાવો : મહાગઠબંધનની સરકાર રચાશે

પટણા:
બિહારમાં આવતીકાલે મહાગઠબંધન સરકારની રચના થશે. જેડીયુના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરાયું છે કે, " આવતીકાલે બપોરે 2 વાગ્યે રાજભવન ખાતે મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહ યોજાશે." નીતીશ કુમાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બને તેવી શક્યતા છે. 7 પક્ષના 164 ધારાસભ્યનું સમર્થન હોવાનો દાવો કરાયો છે.

બિહારમાં ભાજપ અને જેડીયુનું ગઠબંધન તૂટી ગયું છે. સીએમ નીતિશે પોતાનું રાજીનામું રાજ્યપાલ ફાગુ ચૌહાણને સોંપ્યું છે. રાજીનામું આપ્યા બાદ નીતિશ રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં પોતે આ પહેલા આજે યોજાયેલી જેડીયુની બેઠકમાં પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદોએ સીએમ નીતિશ કુમારના નિર્ણયનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ તેમની સાથે છે.

બિહારમાં લાંબા સમયથી ભારેલા અગ્નિની માફક સર્જાઈ રહેલા રાજકીય ઘટનાક્રમમાં આજે અંતે ભડકો થયો હતો. જનતાદળ (યુ) એ આજે એક મહત્વની બેઠકમાં ભાજપ સાથેના જોડાણનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી નીતીશકુમાર બપોરે 4 વાગ્યે રાજભવન પહોંચીને તેમની સરકારનું રાજીનામું ધરી આપી દીધુ હતું અને હવે રાજયમાં રાષ્ટ્રીય જનતાદળ તથા કોંગ્રેસ સાથે સરકાર રચવાનો દાવો પણ કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી જનતાદળ (યુ) અને ભાજપના સંબંધોમાં સર્જાયેલા તનાવમાં આજે હવે ફરી એક વખત બન્ને પક્ષો અલગ થયા છે.

► બિહારમાં દિવસભરની રાજકીય ગતિવિધિમાં જનતાદળ (યુ) એ ભાજપ સાથે છેડો ફાડવા નિર્ણય લીધો

જનતાદળ (યુ)ની બેઠકમાં પક્ષના ધારાસભ્યો તથા સાંસદોએ એક જ અવાજે ભાજપ સાથેના ગઠબંધનનો અંત લાવવા સંમતી આપી હતી. રાજયમાં હવે નીતીશકુમારના નેતૃત્વ હેઠળ નવી સરકારમાં રાષ્ટ્રીય જનતાદળ (રાજદ) તથા કોંગ્રેસ જોડાશષ જયારે ડાબેરી પક્ષો પણ સરકારને બહારથી ટેકો આપશે તેમજ રાજયના પુર્વ મુખ્યમંત્રી જીતન રામ મોજીનો પક્ષ પણ 4 ધારાસભ્યો સાથે નવી સરકારને ટેકો આપી શકે છે. બીજી તરફ આજે સવારથી જ પટણામાં રાજકીય ગતિવિધિ તેજ બની હતી. એક તરફ જનતાદળ (યુ)ની બેઠક ચાલતી હતી.

► રાજયપાલને રાજીનામું સુપ્રત કરતા મુખ્યમંત્રી નિતીશકુમાર: રાજદ-કોંગ્રેસ-ડાબેરી સાથે સરકાર બનાવવા દાવો કરાયો

બીજી તરફ રાજદના ધારાસભ્યોની બેઠક પણ મળી હતી અને તેમાં જનતાદળ (યુ)ની સાથે સરકારમાં જોડાવામાં સંમતી આપી હતી. ત્રીજી તરફ કોંગ્રેસ પક્ષના 19 ધારાસભ્યો પણ પટણામાં મૌજૂદ હતા અને હવે એક નવા મહાગઠબંધનની સરકાર નિશ્ર્ચિત બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ભાજપે થોભો અને રાહ જુઓતી નીતિ અપનાવી છે અને સાંજે પક્ષની કોર ગ્રુપની બેઠક મળી હતી. જેમાં પક્ષના વ્યુહ નકકી થયા.

વિધાનસભાનું ગણિત જનતાદળ (યુ) RJD-કોંગ્રેસ તથા ડાબેરીઓના પક્ષમાં
તમામ બિન ભાજપ પક્ષો એક થવાની શકયતા
 બિહારમાં ત્રીજા નંબરના સૌથી મોટા પક્ષ તરીકે વિધાનસભામાં 45 બેઠકો ધરાવનાર જનતાદળ (યુ) હવે 243 બેઠકોની ધારાગૃહમાં બહુમતી માટે 122 બેઠકો સુધી પહોંચવા માટે રાજકીય જનતાદળને સાથે મનાવશે. વિધાનસભામાં રાજદ સૌથી મોટા પક્ષ છે અને 79 બેઠકો ધરાવે છે જયારે ભાજપ પાસે 77 કોંગ્રેસ પાસે 19 અને ડાબેરી પક્ષો પાસે 12 એઆઈએમઆઈએમ 1 અને પુર્વ મુખ્યમંત્રી જીતન મોજીના હિન્દુસ્તાની અવામી મોર્ચા પાસે 4 ધારાસભ્યો છે અને એક અપક્ષ છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ તમામ બિન ભાજપ પક્ષો એક થઈને હવે 160 ધારાસભ્યોના ટેકા સાથે સરકાર બનાવશે. સરકારમાં રાજદ અને કોંગ્રેસ તથા ડાબેરી પક્ષો સામેલ થઈ શકે છે. આમ હાલ વિધાનસભાનું ગણીત જનતાદળ (યુ) રાજદના પક્ષે છે.


Related News

Loading...
Advertisement
Advertisement