દામનગરના ઠાસા, મૂળિયાપાટ, સુવાગઢ અને બોટાદ જિલ્લાને જોડતો કોઝવે પર પાણી ફરી વળ્યું લોકોને હાલાકી

09 August 2022 09:47 PM
Amreli Saurashtra
  • દામનગરના ઠાસા, મૂળિયાપાટ, સુવાગઢ અને બોટાદ જિલ્લાને જોડતો કોઝવે પર પાણી ફરી વળ્યું લોકોને હાલાકી

40 જેટલા ગામડાઓની અવરજવરનો મુખ્ય માર્ગ : જીવના જોખમે વાહનોચાલકો અને સ્થાનિકો પસાર થાય છે

(મિલાપ રૂપારેલ)
અમરેલી:
દામનગરના ઠાસા, મૂળિયાપાટ, સુવાગઢ અને બોટાદ જિલ્લાને જોડતો કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 40 જેટલા ગામડાઓની અવરજવરનો મુખ્ય માર્ગ : જીવના જોખમે વાહનોચાલકો અને સ્થાનિકો પસાર થાય છે.

અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ ઉપરવાસમાં વરસાદના પગલે દામનગરથી બોટાદ જિલ્લાને જોડતો કોઝવે પર પાણી ફરી વળ્યું હતું. 40 જેટલા ગામડાઓની અવરજવરનો આ મુખ્ય માર્ગ છે. કોઝવે પર પાણી હોવાથી જીવના જોખમે વાહનોચાલકો અને સ્થાનિકો પસાર થાય છે. દર ચોમાસે આ હાલ હોવા છતાં જિલ્લા પંચાયત દ્વારા પુલ બનાવવાની તસ્દી ન લેવાતી હોવાનું ગ્રામજનોનું કહેવું છે. તત્કાલ ઉકેલ સાથે પુલ બનાવવા માંગ ઉઠી છે.Related News

Loading...
Advertisement
Advertisement