જસદણમાં જીવદયા પ્રેમીઓએ ગૌવંશને લમ્પી વાયરસથી બચાવવાં સેનીટાયઝ કરી સારવાર અપાવી

10 August 2022 10:21 AM
Jasdan
  • જસદણમાં જીવદયા પ્રેમીઓએ ગૌવંશને લમ્પી વાયરસથી બચાવવાં સેનીટાયઝ કરી સારવાર અપાવી
  • જસદણમાં જીવદયા પ્રેમીઓએ ગૌવંશને લમ્પી વાયરસથી બચાવવાં સેનીટાયઝ કરી સારવાર અપાવી

જસદણ ,તા.10
જસદણ હરેકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનોએ ગાયોને લાડુ સહિતનું ભોજન જમાડ્યું. રાજ્યના અમુક જિલ્લાઓમાં લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે જસદણમાં પણ લમ્પી વાયરસે હાહાકાર મચાવતા અનેક ગાયો લમ્પી વાયરસનો ભોગ બની રહી છે.

જસદણમાં ગાયોને લમ્પી વાયરસથી બચાવવા માટે હરેકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓ શૈલેષભાઈ શીરોળીયા, વિજયભાઈ ચૌહાણ, રવિભાઈ મકવાણા, દિનેશભાઈ મેર અને ભાણાભાઈ સહિતના સેવાભાવીઓએ ગાયોને આખી સેનિટાઈઝ કરી ગાયોને દવા સ્વરૂપે લાડુમાં તીખા, સૂંઠ, મરી, પાવડર, કાળીજીરી પાવડર, હળદર, ગોળ, ગાયનું ચોખ્ખું ઘી મિશ્રણ કરી ગાયોને લાડુ ખવડાવ્યા હતા.

સાથોસાથ બીમાર ગાયોને હોમિયોપોથી દવાપીવડાવી ગાયોના જીવ બચાવવા માટે યથાર્થ પ્રયત્નો કર્યા હતા. જસદણ હરેકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનોની આ સેવાને જસદણના અન્ય સેવાભાવી આગેવાનોએ બિરદાવી હતી.


Loading...
Advertisement
Advertisement