વિદેશ યાત્રીકોની માહિતી ફલાઈટના 24 કલાક પૂર્વે કસ્ટમને મળી જશે

10 August 2022 10:36 AM
India World
  • વિદેશ યાત્રીકોની માહિતી ફલાઈટના 24 કલાક પૂર્વે કસ્ટમને મળી જશે

♦ ‘વિજય માલ્યા- નિરવ મોદી’ એ બોધપાઠ શિખવ્યો

♦ ભારતના કોઈપણ વિમાની મથકથી રવાના થતી વિદેશ માટેની ફલાઈટના મુસાફરોની યાદી કસ્ટમને આપવી ફરજીયાત

નવી દિલ્હી:
દેશના બેન્ક ડિફોલ્ટ અને કાનૂની અપરાધીઓ રાતોરાત દેશ છોડીને ચાલ્યા જાય છે તે સ્થિતિ નિવારવા સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં પ્રવાસીઓની યાદી ફલાઈટના 24 કલાક પુર્વે કસ્ટમ અધિકારીને મોકલવા તમામ એરલાઈન્સને આદેશ આપ્યો છે.

એરલાઈન્સે તેની ઉડાનમાં ભારતીય વિમાની મથકથી જે પ્રવાસીઓનું બુકીંગ હોય અને તેઓ દેશ બહાર જઈ રહ્યા હોય તેઓના પીએનઆર નંબર સહિતની માહિતી જેમાં યાત્રીનું નામ, તેના સંપર્ક નંબર અને તેના આધાર કાર્ડ સહિતની માહિતી કસ્ટમ વિભાગને ફલાઈટના શેડયુલ ટાઈમના 24 કલાક પુર્વે પહોચાડવાની રહેશે. જેના પરથી આ પ્રકારે વિદેશ નાસી જતા અપરાધી કે બેન્ક ડિફોલ્ટ સહિતના લોકોને જો આપવાના હોય તો દેશ છોડતા રોકી શકાશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્ષ એન્ડ કસ્ટમ મારફત આ અંગેનું એક જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે અને ભારતમાં ઓપરેટ કરતી તમામ એરલાઈન્સને લાગું થશે. આ પ્રકારની યાદીનો હેતુ આર્થિક અને અન્ય અપરાધી જેઓ વિદેશ જવા પ્રયાસ કરે તો તેને રોકી શકાશે. ઉપરાંત અનેક પ્રવાસીઓ જેઓ વારંવાર વિમાની પ્રવાસ કરીને તસ્કરી કે તેવી પ્રવૃતિમાં જોડાયેલા હોય તો તેમના પર ‘વોચ’ રાખી શકાશે.


Related News

Loading...
Advertisement
Advertisement