શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે સુવિધા : રૂા.25માં મહામૃત્યુંજય યજ્ઞની યોજના

10 August 2022 11:13 AM
Veraval Gujarat Top News
  • શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે સુવિધા : રૂા.25માં મહામૃત્યુંજય યજ્ઞની યોજના

વેરાવળ,તા. 10 : પવિત્ર શ્રાવણ મહિનામાં પ્રથમ જ્યોર્તિલીંગ એવા સોમનાથ મહાદેવના મંદિરે લાખો ભાવિકો ઉમટી રહ્યા છે ત્યારે મંદિર સત્તાવાળાઓ દ્વારા મહામૃત્યુંજય યજ્ઞ માટે ખાસ વ્યવસ્થા કરી છે અને ભાવિકો રૂા. 25માં જ મહામૃત્યુંજય યજ્ઞ કરાવી શકે તેવી યોજના અમલી બનાવવામાં આવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું કે શ્રાવણ મહિનામાં ચાલુ વર્ષે ભાવિકો માટે ખાસ યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ પવિત્ર મહિનામાં ભગવાન શિવને મહામૃત્યુંજય યજ્ઞ કરાવવાનું વિશેષ મહત્વ છે. વધુને વધુ શ્રધ્ધાળુઓ આ યજ્ઞ કરાવી શકે તે માટે સોમનાથ મંદિર સંકુલમાં યજ્ઞ કુંડ સાથે પાંચ બ્રાહ્મણોને બેસાડવામાં આવ્યા છે. કોઇપણ ભાવિક મહામૃત્યુંજય લઘુયજ્ઞ કરવા ઇચ્છે તો કાઉન્ટર ઉપર રૂા. 25 જમા કરાવીને તેનો લાભ લઇ શકે છે. નાણા ચૂકવ્યાની પહોંચ રજૂ કરીને ભાવિકો આ મહામૃત્યુંજય યજ્ઞ કરાવી શકે છે. અત્યાર સુધીમાં 4,000થી વધુ ભાવિકોએ યજ્ઞનો લાભ લીધો છે.


Related News

Loading...
Advertisement
Advertisement