મોરબીના 800 સિરામિક એકમોને આજથી તાળા: એક માસનું વેકેશન

10 August 2022 11:23 AM
Morbi Gujarat
  • મોરબીના 800 સિરામિક એકમોને આજથી તાળા: એક માસનું વેકેશન

શ્વાસ લેવાનો સમય મળશે: તા.15 થી પરિવહન પણ બંધ

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.10
મોરબી આસપાસમાં આવેલા સીરામીકના નાના મોટા યુનિટમાં મલનું ઉત્પાદન કરવામાં આવે છે તેની સામે માંગ નહિવત હોવાથી આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે આજે તા. 10 ઓગસ્ટ થી એક મહિના સુધી તમામ કારખાના બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે આ નિર્ણય મોરબી સિરામિક એસો, સભ્યો સાથે મિટિંગો કરીને સર્વસંમતે લેવામાં આવ્યો છે આટલું જ નહીં આગામી તા 15 થી માલનુ પરિવહન પણ બંધ કરવામાં આવશે

સિરામિક ઉદ્યોગકારો દ્વારા સંયુક્ત રીતે તા. 10 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર સુધી એક મહિનો મોરબીના તમામ સિરામિક કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવેલ છે કોઈપણ ધંધામાં બજારમાં માંગ હોય અને માલનું ઉત્પાદન કરવામાં આવે તો તેના પૂરતા ભાવ મળતા હોય છે જોકે, બજારમાં માંગ ન હોય અને જો ઉત્પાદન વધી જાય તો ઉત્પાદનનું પ્રમાણ વધવાના કારણે માલની કિંમતમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે આવી જ રીતે હાલમાં મોરબી સિરામિક ઉદ્યોગમાં અંદર પણ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માલની માંગમાં તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે

અને ખાસ કરીને ઇન્ટરનેશનલ માર્કેટમાં કન્ટેનરના ભાડા, ગેસના ભાવ સહિતના પ્રશ્નો છે તેની સાથોસાથ દેશના જુદા જુદા રાજ્યની અંદર વરસાદ અને બાંધકામ ક્ષેત્રે મંદીના લીધે માલની ડિમાન્ડમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે ગુજરાત ગેસ કંપની પણ એડવાન્સમાં આ અંગેની જાણ કરી દેવામાં આવી છે કે, એક મહિના સુધી મોરબીના સિરામિક ઉદ્યોગમાં વેકેશન છે.

એક મહિના પાછો ઉદ્યોગ ફરી કાર્યરત થાય ત્યારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં સારી ડિમાન્ડ હશે તેવી આશા હાલમાં ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે વધુમાં આગેવાનોએ જણાવ્યુ છે કે, સામાન્ય રીતે ચોમાસામાં ખેતીની સિઝન હોય છે જેથી સિરામિકના મજૂરો પોતાના વતનમાં જતાં રહેતા હોય છે અને કારખાના ચલાવવા માટે ઓગસ્ટ માહિનામાં મજૂરોના પ્રશ્નો ઊભા થતાં હોય છે જો કે, આ વર્ષે વેકેશન રાખવામા આવ્યું છે જેથી કરીને મજૂરો પણ વતનમાં ખેતી કામ માટે જય શકશે તેમજ એક મહિનો કારખાનના મેન્ટેનન્સના કામ પણ થઈ જશે


Related News

Loading...
Advertisement
Advertisement