વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા ડીજીટલ મીડીયાના માધ્યમથી વર્ચ્યુઅલી વિશ્વ સિંહ દિવસની ઉજવણી: 8.76 લાખ લોકો જોડાયા

10 August 2022 11:30 AM
Rajkot Top News Gujarat
  • વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા ડીજીટલ મીડીયાના માધ્યમથી વર્ચ્યુઅલી વિશ્વ સિંહ દિવસની ઉજવણી: 8.76 લાખ લોકો  જોડાયા

► વિશ્વ સિંહ દિવસ

રાજકોટ, તા.10 : સમગ્ર વિશ્વમાં તેના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને લોક ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.એશિયાઇ સિંહ ભારત દેશના ગુજરાત રાજયના સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું અમુલ્ય યોગદાન રહેલું છે. ગુજરાત સરકાર, વન વિભાગ, ગુજરાત રાજ્ય અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી તેની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. સંખ્યા વધતાની સાથે તેઓ ભુતકાળના તેમના નિવાસ સ્થાનને પુન: મેળવી રહયા છે. આજે સિંહો ગીર અને બૃહદગીરના 30000 ચો. કી.મી. વિસ્તારમાં મુક્ત પણે વિહરતા જોવા મળે છે. આ વિસ્તારને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે. 2020 અને 2021 ના વર્ષોમાં કોવિડ-19 મહામારીના કારણે વિશ્વ સિંહ દિવસની પ્રત્યક્ષ રીતે ઉજવણી શક્ય ન હતી.

► સૌરાષ્ટ્રના 8 જીલ્લાઓની આશરે 6500 જેટલી શાળાઓ/કોલેજોમાં કાર્યક્રમ યોજાશે

લોકોના સિંહ પ્રત્યેના પ્રેમને ધ્યાને લઇ ડીજીટલ મીડીયાના માધ્યમથી વર્ચ્યુલ રીતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી અને જેમાં ખુબજ મોટા પ્રમાણમાં દેશ અને વિદેશના સિંહ પ્રેમીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ અને જેની સંખ્યા 2020 માં 72.63 લાખ અને 2021 માં 85,01 લાખ ની હતી. ચાલુ વર્ષે 10મી ઓગસ્ટના રોજ શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજી પ્રત્યક્ષ રીતે અને ડીજીટલ મીડીયાનો ઉપયોગ કરી વર્ચ્યુલ રીતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. વન વિભાગ, ગુજરાત રજ્ય, ગુજરાત શિક્ષણ વિભાગ તેમજ સ્થાનિક લોકોના સહીયારા પ્રયાસોથી સૌરાષ્ટ્રના 8 જીલ્લાઓની આશરે 6500 જેટલી શાળઓ/કોલેજોમાં આ ઉજવણી કરવામાં આવનાર છે. આ ભવ્ય ઉજવણીમાં આશરે 15 લાખથી વધુ લોકો જોડાશે. આ કાર્યક્રમ જે તે ગામ/શહેરની શાળાઓમાં કરવામાં આવશે

► મુખ્યમંત્રી, ભુપેન્દ્રભાઈ પટેલના સેટકોમ મારફત સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગેના સંદેશાના જીવંત પ્રસારણ

જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષક ઓ, જનપ્રતિનિધિઓ, ગ્રામજનો, એન.જી.ઓ.ના સભ્ય ઓ, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોના અધિકારી ઓ અને કર્મચારી ઓ શાળાએ 10 મી ઓગષ્ટના રોજ એકત્ર થઇ આ કાર્યક્રમમાં જોડાશે. ઉજવણીની શરૂઆતમાં મુખ્યમંત્રી, ભુપેન્દ્રભાઈ પટેલના સેટકોમ મારફત સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગેના સંદેશાના જીવંત પ્રસારણથી થશે. ત્યારબાદ શાળાના પટાંગણમાંથી નિયત કરવામાં આવેલ રૂટ પર સિંહોના મ્હોરા પહેરી અને બેનર લઇ સાથોસાથ સિંહ સંરક્ષણ અને સંવર્ધનને લગત નારાઓ બોલવા સાથે ઐતિહાસિક મહારેલી કાઢવામાં આવશે. રેલી પુર્ણ કરી તમામ શાળાના પટાંગણમાં એકત્ર થઇ સભાના રૂપમાં મળશે જેમાં સિંહ પર બનેલી આશરે 10 થી 12 મીનીટની ડોકયુમેન્ટ્રી ફિલ્મ નિહાળશે. બાદ શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સ્થાનિક એકત્ર લોકો દ્વારા સિંહ પર વકતવ્ય આપવામાં આવશે

► સિંહોના મ્હોરા પહેરી અને બેનર લઇ સાથોસાથ સિંહ સંરક્ષણ અને સંવર્ધનને લગત નારાઓ બોલવા સાથે ઐતિહાસિક મહારેલી કાઢવામાં આવશે

અને એશિયાઇ સિંહના સંરક્ષણ માટે સંકલ્પ (પ્રતિજ્ઞા) લેવામાં આવશે. ત્યાર બાદ જે તે શાળા દ્વારા આ ઉજવણી સંલગ્ન પ્રવૃતિઓ કરવામાં આવશે. ડીજીટલ મીડીયાના માધ્યમથી વર્ચ્યુલ રીતે પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં લોકો દ્વારા સિંહોને લગત પોષ્ટ જેવી કે, સિંહના ફોટોગ્રાફસ, ટુંકા વિડીયા, ટેકસ મેસેજ, એસએમએસ, માઇક્રો બ્લોગ, ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી શેર કરવામાં આવશે. વધુમાં વધુ લોકો વર્ચયુલ રીતે ડીજીટલ મીડીયાના વિવિધ માધ્યમો દ્વારા આ ઉજવણીમાં જોડાય તે માટે આશરે 70 લાખ લોકોને એસએમએસ અને 17 લાખ લોકોને ઇ-મેલ મોકલવામાં આવશે. આ વર્ષની ઉજવણી માટે હેઝ ટેગ WorldLionDay2022 રહેશે. આ હેઝ ટેગનો ઉપયોગ કરી વિશ્વ ભરના લોકો ટેકસ મેસેજ, ફોટોગ્રાફસ, ટુંકા વિડીયો, ગ્રાફિક્સ સોશ્યલ મીડીયા પર શેર કરી આ ઉજવણીમાં ભાગ લઇ શકશે.


Related News

Loading...
Advertisement
Advertisement