એક જ સેકન્ડમાં રૂ.12.36 લાખના દાગીનાની લૂંટ

10 August 2022 11:36 AM
Ahmedabad Gujarat
  • એક જ સેકન્ડમાં રૂ.12.36 લાખના દાગીનાની લૂંટ

ઘટના સીસીટીવીમાં કેદ : જવેલર્સની દુકાનમાં ટેબલ પર પડેલો દાગીના ભરેલો થેલો એક ઝાટકે ઉપાડી લૂંટારા ફરાર

અમદાવાદ, તા.10
અમદાવાદના નરોડામાં લૂંટની ઘટના સામે આવી છે. બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અહીં જવેલર્સની દુકાનમાં ટેબલ પર પડેલો રૂ.12.36 લાખના દાગીના ભરેલો થેલો એક જ સેકન્ડમાં લઇ લૂંટરા ફરાર થયા હતા. દુકાન માલિક પાછળ દોડ્યા પણ બે શખ્સ બાઇક પર ભાગી છૂટ્યા હતા. બનાવના પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જ્લેવર્સના વેપારી મહેશભાઇ વ્યાસે નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ કઠવાડા રોડ ઉપર વ્યાસવાડીની બાજુમાં આઇશ્રી ખોડિયાર જ્લેવર્સ નામથી સોના-ચાંદીના દાગીનાનું વેચાણ કરે છે. 8 ઓગસ્ટના રોજ તેઓ નિત્ય ક્રમ મુજબ બપોર બાદ ધંધા પર ગયા હતા. સોમવારે 9 વાગ્યે દુકાન બંધ કરવાની હતી. જેથી દુકાનમાં રાખેલા સોના ચાંદીના દાગીના પોતાની એક હેન્ડ બેગમાં ભરીને બેઠા હતા. ઉપરાંત પોતાનું પર્સ પણ તે જ બેગમાં મુકી દીધું હતું. તેઓ બેગ કાઉન્ટર ઉપર મુકીને બેઠા હતા.

ત્યાંજ એક અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો અને તેણે મહેશભાઇને કંઇક કહ્યું હતું. જેના જવાબમાં મહેશભાઇએ દુકાન બંધ કરવાની છે, જે કામ હોય કાલે આવજો તેવું કહ્યું હતું. આ દરમિયાન અજાણ્યા શખ્સે દાગીના ભરેલી બેગ ઉઠાવી હતી અને ભાગ્યો હતો. જેથી તેની પાછળ તેઓ ભાગ્યા હતા. જો કે, પહેલાંથી જ જ્વેલરી શોપ બહાર એક બાઇક સવાર ચાલુ બાઇક રાખીને ઉભો હતો. જેથી તેના બાઇક પર બેસી તે અજાણ્યો શખ્સ બેગમાં રહેલી 12.36 લાખની મત્તા લઈ ફરાર થઇ ગયો હતો. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે પણ તપાસમાં જમ્પલાવ્યું છે. આરોપીઓની શોધખોળ થઈ રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement