ટી-20 બાદ હવે મુકેશ અંબાણી ‘ધ હન્ડ્રેડ’માં પણ કરશે રોકાણ ?

10 August 2022 12:10 PM
Business Sports
  • ટી-20 બાદ હવે મુકેશ અંબાણી ‘ધ હન્ડ્રેડ’માં પણ કરશે રોકાણ ?

રવિ શાસ્ત્રીએ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ટૂર્નામેન્ટમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, મુકેશ અંબાણી સાથેની તસવીર શેયર કરતાં વહેતી થયેલી અટકળો

નવીદિલ્હી, તા.10 : ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી છેલ્લા ઘણા દિવસથી લંડનમાં જ છે. શાસ્ત્રીએ સોશ્યલ મીડિયા પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે તસવીર શેયર કરી હતી. શાસ્ત્રીએ તસવીર સાથે લખ્યું કે પિચાઈ અને અંબાણી ક્રિકેટને અત્યંત પ્રેમ કરે છે. ત્રણેયે એક સાથે લોર્ડસમાં ક્રિકેટ મેચ નિહાળી હતી.

આ પછી એવી અટકળો વહેતી થવા લાગી છે કે અંબાણી ઈંગ્લેન્ડમાં રમાતી ધ હન્ડ્રેડ લીગમાં રોકાણ કરી શકે છે. ‘ધ હન્ડ્રેડ’ લીગમાં એક ઈનિંગ 100 બોલની હોય છે. શાસ્ત્રી ત્યાં કોમેન્ટરી કરવા માટે ગયા છે. તેઓ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી શ્રેણી દરમિયાન પણ કોમેન્ટરી કરી રહ્યા હતા. તેમણે સોશ્યલ મીડિટા પર પીચાઈ અને અંબાણી સાથે તસવીર શેયર કરતાં લખ્યું કે બે લોકોની શાનદાર કંપની જે ક્રિકેટને બહુ જ પ્રેમ કરે છે.

મુકેશ અંબાણી અને સુંદર પિચાઈ. શાસ્ત્રીએ પોતાની પોસ્ટમાં ધ હન્ડ્રેડને પણ ટેગ કર્યું હતું. રિલાયન્સ ગ્રુપ ધ હન્ડ્રેડમાં રોકાણ કરી શકે છે કેમ કે ક્રિકેટ સાથે તેનો જૂનો સંબંધ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની ટૂર્નામેન્ટ આઈપીએલ, અમીરાત ક્રિકેટ બોર્ડની ટૂર્નામેન્ટ યુએઈ ટી-20 લીગ અને ક્રિકેટ દક્ષિણ આફ્રિકાની ટૂર્નામેન્ટમાં રિલાયન્સે એક-એક ટીમ ખરીદેલી છે.


Related News

Loading...
Advertisement
Advertisement