વરિષ્ઠ નાગરિકોને ટ્રેનમાં એસી-3 અને સ્લીપર કોચમાં ભાડામાં રાહત આપવા તૈયારી

10 August 2022 12:14 PM
India Top News
  • વરિષ્ઠ નાગરિકોને ટ્રેનમાં એસી-3 અને સ્લીપર કોચમાં ભાડામાં રાહત આપવા તૈયારી

સંસદની સ્થાયી સમિતિનું રેલવેને સૂચન : કોરોના કાળમાં બંધ કરાઈ હતી આ રાહત

નવી દિલ્હી તા.10 : રેલવે ભાડામાં વરિષ્ઠ નાગરિકોને બીજી વાર છૂટ આપવાની તૈયારીમાં છે. સંસદની સ્થાયી સમીતીએ ટ્રેનના એસી-એસ અને સ્લીપર શ્રેણીના ભાડામાં તત્કાલ રાહત કરવા પર વિચાર કરવા સૂચનો કર્યા છે. સમીતીએ જણાવ્યું હતું કે લગભગ અઢી વર્ષ પહેલા કોરોના મહામારી દરમિયાન વરિષ્ઠ નાગરિકોની વિભિન્ન શ્રેણીઓ બંધ કરાયેલી રાહતોની પુન: સમીક્ષા થવી જોઈએ. રેલ સંબંધી સંસદની સ્થાયી સમીતીના અધ્યક્ષ રાધામોહનસિંહે હાલમાં સંસદમાં રજૂ રિપોર્ટમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમીતીએ જણાવ્યું હતું કે રેલવેએ કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ નાગરિકોને વિભિન્ન શ્રેણીમાં આપવામાં આવતી રાહતો બંધ કરી દીધી હતી. સમીતીએ જણાવ્યું હતું કે રેલ્વે હાલ સામાન્ય સ્થિતિ તરફ છે તો તેણષ વરિષ્ઠોને છૂટ આપવા પર વિચાર કરવો જોઈએ.


Related News

Loading...
Advertisement
Advertisement