માધવપુર(ઘેડ)માં માનવસેવાના કાર્યો યોજાયા

10 August 2022 12:28 PM
Porbandar
  • માધવપુર(ઘેડ)માં માનવસેવાના કાર્યો યોજાયા

જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફર્ડ લંડન (યુકે) દ્વારા : 251 જરૂરતમંદ પરિવારોને મીઠાઇ-ફરસાણની કીટ, 51 જરૂરતમંદોને રાશનકીટ તથા રક્ષાબંધન પર્વ ઉજવાયો

(કેશુભાઇ માવદીયા) માધવપુર(ધેડ),તા.10
વિદેશમાં વસતા મૂળ ભારતીય દ્વારા દાનની અવિરત સરવાણી માધવપુર (ધેડ)માં વહેતી રહે છે. શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફર્ડ લંડન યુકેના ઉપક્રમે જગત જનનીમાં રુક્મિણીની લગ્નભુમિ માધવપુરને આંગણે ફરી એક વખત માનવતા નું મહાકાર્ય હાથ ધર્યુ છે.

પવિત્ર શ્રાવણ માસ પોતાની સંગે ઉત્સવોની મોટી હારમાળા લઈને આવે છે. વાતાવરણમાં જાણે આનંદ ની હેલી ચડી છે. ફરસાણ અને મીઠાઈ નો મધમધાટ ઘરે ઘરે પ્રસરી ગયો છે. પણ સમાજનો એક વર્ગ એવો છે કે આ ધમધાટ તેના નાક સુધી તો પહોંચે છે પરંતુ આ કારમી મોંઘવારી ના લીધે તેની જીભ સુધી પહોંચી શકતું નથી. સ્નેહ અને દયાભાવથી ભર્યા ભર્યા હૃદય વાળા દાતાઓ કે જે મીઠાઈ અને ફરસાણનો ઉપભોગ કરતી વખતે જરુરિયાતમંદ પરિવારોને પણ ભૂલતા નથી આવા ઋજુ હૃદય ના દાતાઓ તરફથી ત્રિરંગિ સેવા યજ્ઞ માધવપુરને આંગણે કરવામાં આવ્યો.

સેવાના મહાયજ્ઞની એક ઝલક
251 જરુરિયાતમંદ પરિવારોને મીઠાઈ અને ફરસાણની કીટ આપવામાં આવી. 51 જરુરિયાતમંદ પરિવારો ને રાશન કીટ આપવામાં આવી. રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં માધવપુરની દરેક જ્ઞાતિની બાળાઓ સાથે મળીને રાખડી રૂપે રક્ષા કવચ બાંધી ભાઈ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.સેવા યજ્ઞના મનોરથી સ્વ. પ્રદ્યુમન વિઠ્ઠલભાઈ ખંભાયતા ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પત્નિ જ્યોતિબેન પૂજ્ય શ્રી હિરજીબાપાની સેવામાં હરિભગત પરિવાર (નકુરુ, કેન્યા હાલ લંડન યુકે) તથા હેમલ અને અંજલિની ઘણી બધી યાદો જયંતિ, સુલોચના, ચિરાગ, શિના અને રેવા, લારા અને સુરી ને જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી છે.

હંસાબહેન વી. પાઉં એન્ડ ફેમેલી સંતોક ચેરિટેબલ ફાઉન્ડેશન (લંડન યુકે)વગેરે આ કાર્યક્રમ માં ઉપસ્થિત થયેલ માધવપુર ગ્રામ પંચાયતના સરપંચ ભનુભાઇ ભુવા, માધવપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ , મુળુભાઇ વાસણ પોરબંદર નાગરીક બેંક ના મેનેજર, માધવપુર ગામના પૂર્વ સરપંચ રામભાઈ પાતા ગામના રામભાઇ તેમજ નામી અનામી મુખ્ય મહેમાનો તેમજ મહિલા મંડળની બહેનોએ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને ગૌરવભર્યો બનાવ્યો હતો.તા.9મીના મંગળવારે જલારામ મંદિર એન્ડ કોમ્યુનીટી સેન્ટર ગ્રીનફર્ડ લંડન (યુકે) દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. માધવપુર (ધેડ)ની સંસ્થા માનવતા પરિવારે વ્યવસ્થા કરી હતી.


Loading...
Advertisement
Advertisement