બોટાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમનો માતમ મનાવાયો

10 August 2022 12:44 PM
Botad
  • બોટાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમનો માતમ મનાવાયો
  • બોટાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમનો માતમ મનાવાયો

બોટાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કરાઈ મોહરમના માતમની ઉજવણી કરાઇ હતી. ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે મોહરમ મહિનાની 10 મી તારીખે પયગંબર હઝરત મોહંમદના પૌત્ર હઝરત ઇમામ હુસૈન કારબલા ના યુદ્ધમાં તેઓના 72 સાથીઓ સાથે ઇસ્લામધર્મની રક્ષા માટે શહીદ થયા હતાં. હઝરત ઇમામહુસૈન ની આ શહાદત ને યાદ કરી મુસ્લિમ સમુદાયના લોકો મહોરમ પર માતમ મનાવે છે.

મહોરમ મહિનાનો 10 મો દિવસ સૌથી મહત્વનો માનવામાં આવે છે, આ વખતે મહોરમ 9મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે, કારણકે મહોર મહીનો 31 મી જુલાઈથી શરૂ થયો હોય 9મી ઓગસ્ટ ને મંગળવાર મહોરમનો 10 દિવસ આશુરા છે.મહોરમના દિવસે ઇસ્લામ ધર્મના શિયા સમાજના લોકો તાજીયા કાઢીને શોક મનાવે છે.જે જગ્યાએ હઝરત ઇમામહુસૈનની કબર બનાવવામાં આવી છે તેજ કદના તાજીયા બનાવી પ્રતીકાત્મક રીતે જુલૂસ કાઢવામાં આવે છે. લોકો આખા રસ્તે માતમ મનાવે છે,અને કહે છે

કે યા હુસૈન અમે કરબલાના યુદ્ધમાં તમારી સાથે ન હતા, નહિ તો અમે પણ ઇસ્લામ ધર્મની રક્ષા માટે અમારા જીવનની આહુતિ આપી દીધી હોત. આ માતમને છેલ્લા 1400 વર્ષથી મનાવવામાં આવે છે. બોટાદમાં પણ ઘણા વર્ષોથી મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયાના જુલૂસ કાઢવામાં આવે છે, જે બોટાદના જાહેર માર્ગો બોટાદમાં સિપાઈ વાળા થી શરૂ થાય વખારીયા ચોક, લીમડા ચોક, દિનદયાળ ચોક, ટાવર રોડ, સ્ટેશન રોડ, પોલીસ સ્ટેશન અને ટાઢા થવાની જગ્યા ક્ધયાશાળા વસંત સિનેમા, પાસે પેટ્રોલ પંપ ની સામે બોટાદ ખાતે રાખેલ તેમ જણાવાયું છે. (તસ્વીર : રીમલ બગડીયા)


Loading...
Advertisement
Advertisement