સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા ‘મહોરમ’નો પર્વ શ્રધ્ધા-આસ્થાભેર મનાવાયો

10 August 2022 12:49 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા ‘મહોરમ’નો પર્વ શ્રધ્ધા-આસ્થાભેર મનાવાયો
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા ‘મહોરમ’નો પર્વ શ્રધ્ધા-આસ્થાભેર મનાવાયો
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા ‘મહોરમ’નો પર્વ શ્રધ્ધા-આસ્થાભેર મનાવાયો
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા ‘મહોરમ’નો પર્વ શ્રધ્ધા-આસ્થાભેર મનાવાયો
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા ‘મહોરમ’નો પર્વ શ્રધ્ધા-આસ્થાભેર મનાવાયો
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા ‘મહોરમ’નો પર્વ શ્રધ્ધા-આસ્થાભેર મનાવાયો
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા ‘મહોરમ’નો પર્વ શ્રધ્ધા-આસ્થાભેર મનાવાયો

ઠેર-ઠેર કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા : મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં આશુરાની નમાઝ અદા કરી, કબ્રસ્તાનોમાં શ્રાધ્ધ તર્પણ કર્યુ

રાજકોટ, તા. 10
હઝરત ઇમામ હુસેન અને તેના 7ર સાથીદારોએ વ્હોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં મહોર્રમનો પર્વ શ્રધ્ધા અને આસ્થાભેર પરંપરાગત રીતે મનાવવામાં આવેલ હતો. મહોર્રમના પર્વ દરમ્યાન ઠેર-ઠેર કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા હતા. આશુરાના દિવસે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં ખાસ નમાઝ અદા કરી હતી તેમજ કબ્રસ્તાનોમાં શ્રાધ્ધ તર્પણ કર્યું હતું.

વેરાવળ
સચ્ચાઈની લડાઈ માટે શહીદ થયેલ હઝરત ઇમામ હુસેન,ઇમામ હસન અને તેમના 72 સાથીઓની યાદમાં મનાવાતો મોહર્રમ પર્વ નિમિતે વેરાવળમાં મુસ્લીમ વિસ્તારોમાં કમિટીઓ દ્વારા બનાવવામાં આવેલ નવા કલાત્મક તાજીયાઓ પડમાં આવતા મુસ્લીમ બીરાદરોએ તાજીયાના દિદાર કરેલ ગઇકાલે તાજીયાઓનું ઝુલુસ નીકળેલ હતું તાજીયા જે મોડી સાંજે જાલેશ્વર ખાતેના દરીયામાં ટાઢા કરવામાં આવેલ હતા.વેરાવળમાં સોમનાથ ટોકીસ વિસ્તારની જુદી-જુદી કોલોનીમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સીડોકર, ડારી, ગોવિંદપરા, સુપાસી તેમજ વેરાવળના આરબ ચોક, તુરક ચોરા, કાળાબાવાના તકીયા, પટેલ વાડા, બહાર કોટમાં તાજીયાઓ પડમાં આવેલ હતા જીલ્લા મુસ્લીમ સેવા સમાજના પૂર્વ પ્રમુખ ફારૂકભાઇ મૌલાના, શફીભાઇ મૌલાના, રફીકભાઇ મૌલાના, સાહીદભાઇ તેમજ વારીસ યંગ કમીટીના અઝગરબાપુ, દાતારી યંગ કમીટી તેમજ મુસ્લીમ યુવાનોની અલગ અલગ યંગ કમીટીઓ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં શબીલોનું આયોજન કરાયેલ જેમાં શરબત, આઇસ્ક્રીમ, હલીમ સહીતની ખાવા-પીવાની વસ્તુઓ શબીલે ન્યાઝે હુસેનમાં રાખવામાં આવેલ હતી. આરબ ચોક ખાતેથી તમામ વિસ્તારોના આશરે 125 થી વઘુ તાજીયાઓ એકત્રીત થઇ ઝુલુસરૂપે નીકળેલ હતા અને સવારે યોમે આસુરાના દિને જુદી-જુદી મસ્જીદોમાં મુસ્લીમ બીરાદરોએ નમાજ અદા કરેલ તથા સુન્ની મુસ્લીમ સમાજ દ્વારા દસ વાએઝનું આયોજન કરાયેલ હતા.

બગસરા
બગસરામાં દર વર્ષની માફક આ વર્ષે પણ મહોર્રમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી તાજીયા પડ માં આવતા મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર વાતાવરણ માતમ ફેરવાયું હતું ઈમામ હુસૈન શહીદ થયા તેની યાદમાં ઠેર ઠેર શરબત ભેળ નાસ્તો આઈસ્ક્રીમ ચા અલગ અલગ વિસ્તારોમાં લોકોને ખવડાવી અને આ મુસ્લિમ બિરાદરો ખુશ થયા હતા. આશરે 35 થી 40 જેવા તાજીયા બનાવેલ હતા વિજય ચોકથી કુકર નાકા મેન બજાર જૂની પોસ્ટ ઓફિસ નદી તરફ ભેગા તાજીયા થયા હતા. ત્યારબાદ રાત્રે ફાતિઓ પડી પોતાના સ્ટેન્ડ પર ચાલ્યા ગયા હતા હિન્દુ મુસ્લિમ માં વર્ષોથી એકતા જોવા મળી હતી. હિન્દુ લોકો પણ ઇમામ હુસેન ને આસ્થાભેર માને છે અને શ્રીફળ વધેરે છે બગસરા મા ઉપલી બજારે હિન્દુ વૃદ્ધ દ્વારા પોતાની બીમારી દૂર થતા પોતાના શરીરને આરોટીને ઇમામ હુસેન ની માનતા પૂર્ણ કરી શ્રીફળ વધેર્યુ હતું. બગસરાના વિવિધ વિસ્તારોમાં પીઆઇ ડીવી પ્રસાદ દ્વારા પૂર્ણ બંદોબસ્ત ગોઠવવામા આવેલ હતો.

કુંડલા
સાવરકુંડલા ખાતે મુસ્લિમ સિપાહી જમાત, સંધિ જમાત, મણીનગર, ખાટકી જમાત, નેરડી વિસ્તારમાં, નૂરાની નગર, પઠાણફળી વિસ્તારોના તાજીયા સાવરકુંડલા ના રાજમાર્ગો પર ફર્યા હતા ને મુસ્લિમ સમાજના ગામડે ગામડેથી લોકો મોહરમનો તહેવાર ઉજવવા સાવરકુંડલા ખાતે એકઠા થયેલા હતા સુન્ની મુસ્લિમો દ્વારા મહોરમના 10 દિવસ હઝરતે ઇમામે હુસૈનની તકરીર કરવામાં આવે છે બાદ ન્યાઝ તકસીમ કરવામાં આવે છે જ્યારે હિન્દૂ મુસ્લિમો આ મહોરમના પર્વમાં કોમી એકતાના ભાવોથી જોડાઈ ને તાજીયા નો તહેવાર શાંતિ અને ભાઈચારાની ભાવનાથી ઉજવવામાં સાથે રહ્યા હતા મહોરમના 10 માં દિવસે તાજીયા પડ માં આવ્યા હોય શહેરના માર્ગો પર તાજીયા શાનો શૌકતથી ફર્યા હતા. મુસ્લિમો દ્વારા ચોંકારો, અને હુલ લીધી હતી.

કોડીનાર
ઇસ્લામ ના મહાન શહીદ શહીદે કરબલા ની શહાદતની યાદમાં કોડીનાર મુસ્લિમ સમુદાય દ્વારા કોરોના મહામારી ના બે વર્ષ બાદ પરંપરાગત રીતે મોહર્રમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કતલની રાતે કોડીનારના બન્ને મુખ્ય તાજિયા પડમાં આવ્યા બાદ મોડીરાત્રે સામૈયા સાથેનું જુલૂસ કાદરી મસ્જિદ ચોકમાં આવી પહોંચ્યા બાદ "બડેભાઈ" ના હુલામણા નામથી મશહુર કાપડના કલાત્મક તાજિયા રાત્રીના 2 વાગ્યે તખ્ત ઉપરથી ઉપડ્યા બાદ આખી રાત ચોકારા સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફર્યા હતા જ્યારે બુખારી મોહલ્લામાં 32 ફૂટ ના લાંબા કલાત્મક તાજીયા પડમાં આવ્યા બાદ ગમગીન માતમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે આશુરાના દિવસે ઝોહરની નમાઝ બાદ વરસતા વરસાદમાં મુખ્ય બન્ને તાજિયાઓનું વિશાળ જુલૂસ કાઢવામાં આવ્યું હતું .જેમાં બુખારી મોહલ્લામાં ઝોહરની નમાઝ બાદ તખ્ત ઉપરથી "છોટે ભાઈ" નામ થી મશહૂર 32 ફૂટના કલાત્મક તાજિયા ઉપાડવામાં આવ્યા ત્યારે ‘ યા હુસેન’ના નારા સાથે અદભુત દૃશ્યો સર્જાયા હતા. બન્ને મુખ્ય તાજિયાઓનું જુલૂસ ભારે વરસાદ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મોડી સાંજે મૂળ દ્વારકાના દરિયામાં શાંત થયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા તાજિયાના જુલૂસનું અનેક ઠેકાણે હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું.

હડીયાણા
ઇસ્લામ ધર્મના મહાન પયંગબર હઝરત મોહમ્મદ (સ.વ.અ.)ના દોહીત્ર હઝરત ઇમામ હુસેન (રદી.) અને તેમના 7ર જાનીસાર સાથીઓએ કરબલાના મેદાનમાં સત્યકાજે વહોરેલી શહાદતની યાદમાં નીકળતા તાજીયા સોમવાર કતલની રાત બાદ મંગળવારે તાજીયા પડમાં આવ્યા હતા. મહોર્રમ નિમિતે હડિયાણા મુસ્લિમ જમાત તાજીયા કમીટી દ્વારા કલાત્મક તાજીયા બનાવી તાજીયા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું મંગળવાર બપોરે નમાજ અદા કરી મસ્જિદ ચોક ખાતેથી તાજીયા ઝુલુસ પ્રસ્થાન થયુ હતું જેમાં યુવાનો દ્વારા અવનવા કરતબો રજુ કર્યા હતા જે ઝુલુસ પીરચોકથી મેઇન બજાર મુખ્ય માર્ગો પર ફરીને દાવલસા દરગાહ ખાતે રોજા છોડયા બાદ સાંજે ઠંડા કરવામાં આવ્યા હતા ત્યારે મહોર્રમ પર્વે નિમિતે જોડીયા પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ગોંડલ
ગોંડલમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોર્રમના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રાજમાર્ગો પર કલાત્મક તાજીયાનું વિશાળ ઝુલુસ નીકળ્યું હતું.

ઉપલેટા
ઉપલેટામાં મહોર્રમનો પર્વ મુસ્લિમ સમાજ દ્વારા શ્રધ્ધાભેર મનાવવામાં આવેલ હતો. શહેરમાં કલાત્મક તાજીયાનું ઝુલુસ નીકળ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement