લઠ્ઠાકાંડ બાદ ખાલી પડેલી એસપીની જગ્યા ભરાઈ : બોટાદમાં કિશોર બાડોલીયા, અમદાવાદ રૂરલમાં અમિત વસાવા

10 August 2022 01:01 PM
Botad Gujarat
  • લઠ્ઠાકાંડ બાદ ખાલી પડેલી એસપીની જગ્યા ભરાઈ : બોટાદમાં કિશોર બાડોલીયા, અમદાવાદ રૂરલમાં અમિત વસાવા

► રાજ્યના 2 આઇપીએસ, 23 ડીવાયએસપીની બદલી : રાજકોટ ગ્રામ્યના ડીવાયએસપી મહર્ષિ રાવલને બોટાદમાં જવાબદારી અપાઈ

► રાજકોટના એસીપી ક્રાઈમ ડી.બી. બસીયાને ખેડા બદલી કરી તેમના સ્થાને મોડાસાના ડીવાયએસપી ભરત બસીયાને મુકાયા

રાજકોટ, તા.10 : રાજ્યના 2 આઈપીએસ, 23 ડીવાયએસપીની બદલી થઈ છે, બોટાદમાં આઇપીએસ કિશોર બાડોલીયા, અમદાવાદ રૂરલમાં આઇપીએસ અમિત વસાવા મુકાયા છે. રાજકોટ એસીપી ક્રાઈમ બસીયા ખેડા મુકાયા છે. સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવા અમદાવાદ રૂરલના એસપી બન્યા છે, જ્યારે કોસ્ટલ સિક્યુરિટીના એસપી કિશોર બાડોલીયાને બોટાદ એસપીની જવાબદારી મળી છે.

આ સાથે ડીવાયએસપીની બદલીઓમાં રાજકોટ સેન્ટ્રલ જેલના રાકેશ દેસાઈને આઈબીમાં મુકાયા, રાજકોટના એસીપી ક્રાઈમ ડી.બી. બસીયાને ખેડા બદલી કરી તેમના સ્થાને મોડાસાના ડીવાયએસપી ભરત બસીયાને મુકાયા છે. રાજકોટ ગ્રામ્યના ડીવાયએસપી મહર્ષિ રાવલને બોટાદમાં જવાબદારી અપાઈ છે. અમદાવાદ, વડોદરા અને સુરત ક્રાઇમ બ્રાંચના એસીપીની બદલી કરવામાં આવી છે.

તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.પી. ચુડાસમાની પેટલાદ બદલી કરવામાં આવી છે. જયારે વડોદરા ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. એ. ચૌહાણની વિરમગામ બદલી કરાઇ છે. સુરત ક્રાઇમ બ્રાંચના એસીપી આર. આર. સરવૈયાની બદલી થઈ છે પણ નિમણુંક માટે પ્રતિક્ષામાં રખાયા છે. તેમજ બી.પી. રોઝીયાની એટીએસમાંથી સુરત ક્રાઇમ બ્રાંચના એસીપી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

તેમજ ત્રણ પીઆઇને ડીવાયએસપી તરીકે બઢતી અપાઈ છે. ડીવાયએસપી બદલીમાં ભાવનગર રિજીયન આઈબીના એસ. એન. ચૌધરીને ગાંધીનગર આઈબીમાં સ્પેશ્યલ બ્રાંચમાં, પોરબંદર હેડ ક્વાર્ટરના બી.એ. પટેલને અમદાવાદ શહેર એસીપી ક્રાઇમ, પોરબંદર ગ્રામ્યના પ્રકાશ એમ. પ્રજાપતિને અમદાવાદ શહેર ટ્રાફિક (વહીવટ) એસીપી, નર્મદા કેવડિયા ઓથોરિટીના સુરજીત મહેડુંને પોરબંદર ગ્રામ્ય, સ્ટેચ્યુ ઓફ યુનિટી સિક્યુરિટીના ઋતુ રાબાને પોરબંદર હેડક્વાર્ટરમાં અને સુરત ટ્રાફિક એસીપી મનીષ ઠાકરને ભાવનગર રિજીયન આઈબીમાં જવાબદારી સોંપાઈ છે.

ત્રણ પીઆઇને પ્રમોશન
બદલીના ઓર્ડર સાથે ત્રણ પીઆઇને પ્રમોશન પણ અપાયું છે અને ડીવાયએસપી તરીકે જવાબદારી સોંપાઇ છે. જેમાં અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ચુકેલા અને હાલ મોરબીના પીઆઇ એમ.આર. ગોઢાણીયાને બઢતી સાથે આઇબી (ડીસા રીજીયન)માં મુકાયા છે. એસીબીના બી.એસ. રબારીને વડોદરા શહેર પોલીસની ખાસ શાખાના એસીપી તરીકે નિમણુંક અપાઇ છે. મોરબીના વી.બી. જાડેજાને બઢતી અપાઇ છે.પરંતુ નિમણુંક માટે પ્રતિક્ષામાં રખાયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement