પડધરી, નાનીમારડ અને પીપળીયામાં જુગારના દરોડા: નવ શકુની પકડાયા

10 August 2022 01:05 PM
Rajkot Crime
  • પડધરી, નાનીમારડ અને પીપળીયામાં જુગારના દરોડા: નવ શકુની પકડાયા

રૂરલ પોલીસે દરોડા પાડી રૂા.34 હજારનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ તા.10 : પડધરી, પીપળીયા અને નાનીમારડમાં જાહેરમાં જુગાર રમતા નવ શકુનીઓને રૂા.34 હજારના મુદામાલ સાથે દબોચી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત અનુસાર પડધરી પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ આર.વી.બકોત્રા અને કોન્સ્ટેબલ સંજયભાઈ બાંભવાને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોકકસ બાતમીના આધારે પડધરીના ગીતાનગર રાવર વાળી શેરીમાં સ્ટ્રીટ લાઈટના અંઝવાળે જુગાર રમતાં રાજેશ નાથા સોલંકી, અજય વસંત સોલંકી અને ગોપાલ ઉર્ફે ભાયલી અમરશી સોલંકીને રોકડ રૂા.17600 અને મોબાઈલ મળી રૂા.28 હજારના મુદામાલ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.

બીજા દરોડાની વિગત અનુસાર પાટણવાવ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.પી.જાડેજા અને લોકરક્ષક જયદીપભાઈ કણસાગરા પેટ્રોલીંગમાં હતાં ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે નાનીમારડ ગામે શંકર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતાં કિરણસિંહ બળદેવસિંહ જાડેજા, માધવજી ભીખા રાઠોડ અને પ્રદીપસિંહ અશોકસિંહ જાડેજાને રૂા.5030ની રોકડ સાથે દબોચી કાર્યવાહી કરી હતી. ત્રીજા દરોડામાં પીપળીયા ગામે સ્મશાનમાં જાહેરમાં જુગાર રમતાં મનીષ માયા પરમાર, અનિલ રઘુ પંચાળા અને રવિ ચના મકવાણાને રૂા.950ની રોકડ સાથે પાટણવાવ પોલીસ સ્ટાફે દબોચી કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement