જામનગર શહેરમાં કોરોના કેસમાં ઘટાડો

10 August 2022 02:15 PM
Jamnagar Health
  • જામનગર શહેરમાં કોરોના કેસમાં ઘટાડો

એક તબીબ અને એક કોલેજીયન યુવતી સહિત ચાર જ્યારે ગ્રામ્યમાં બે કેસ નોંધાયા

જામનગર તા.10
જામનગર શહેરમાં એક તબીબ ,એક કોલેજીયન યુવતી સહિત વધુ માત્ર ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં બે પોઝિટિવ કેસ નોંધાયા છે.આમ કેસ ની સંખ્યા માં જબરો ઘટાડો નોંધાયો છે.

જામનગર શહેર માં 445 લોકો ના કોરોના લક્ષી પરીક્ષણ કરવા માં આવ્યા હતાં.જેમાં થી 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક તબીબ ,એક કોલેજીયન યુવતી નો પણ સમાવેશ થાય છે. 9 દર્દી ઓ ને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. હાલની સ્થિતિએ 72 દર્દીઓ હોમ આઇસોલેશન માં છે તેમજ પાંચ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જામનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા તમામ દર્દી ઓ ના વિસ્તારમાં આરોગ્ય વિષયક કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 754 લોકો ના કોરોના લક્ષી પરીક્ષણ કરવા માં આવ્યા હતા.જેમાં થી બે કેસ પોઝિટિવ નોંધાયા હતા. તેમાં સિક્કા ગામ ના 49 વર્ષ ના પુરુષ, અને બેડ ગામ ના 48 વર્ષ ના પુરુષ પુરુષ નો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement