આઝાદીનો અમૃત મહોત્સવ : બ્રિટીશરે સ્થાપેલી કંપની બંધ કરાશે

10 August 2022 02:19 PM
India World
  • આઝાદીનો અમૃત મહોત્સવ : બ્રિટીશરે સ્થાપેલી કંપની બંધ કરાશે

♦ ધારીવાલ લાલ- ઇમલી બ્રાન્ડ એક સમયે ઘર-ઘરમાં જાણીતી હતી

♦ 1920માં સ્થપાયેલી અને બાદમાં સરકારી નિગમ બનેલા બ્રિટીશ ઇન્ડીયા કોર્પો.નો સંકેલો નિશ્ચિત

નવી દિલ્હી,તા. 10
એક સમયે દેશમાં ધારીવાલ તથા લાલઇમલી બ્રાન્ડથી ઉનના ઉત્પાદનો માટે જાણીતી થયેલી બ્રિટીશ ઇન્ડીયા કોર્પોરેશનને બંધ કરવા કેન્દ્ર સરકારે તૈયારી કરી છે. ભારતના પૂર્વ ભાગના માન્ચેસ્ટર તરીકે એક સમયે ઓળખાતા કાનપુરમાં આ કંપનીની સ્થાપના 1920માં બ્રિટીશ સાહસિક સર એલેકઝાન્ડર મેકરોબર્ટ દ્વારા સ્થાપવામાં આવી હતી અને સ્વાતંત્રતા બાદ તેને નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશનની માફક સરકારી કંપની તરીકે જાહેર કરવામાં આવી હતી.

હવે ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા આ અંગે કેબીનેટ નોંધ તૈયાર કરવામાં આવી છે. ધારીવાલ તથા લાલઇમલી એ બંને બ્રાન્ડ નેઇમ એક સમયે ભારતમાં ખુબ જ પ્રચલિત હતા. 1981માં સરકારે આ કંપનીનું રાષ્ટ્રીયકરણ કર્યા બાદ તે સતત ખોટમાં ચાલવા લાગી હતી અને 1992માં તેને માંદી કંપની જાહેર કરવામાં આવી હતી. 2001થી 2011 સુધીમાં આ કંપનીને ફરી બેઠી કરવા માટે રુા. 338.4 કરોડ જેવો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં તે સફળ ન થતાં હવે આ કંપની બંધ કરવા નિર્ણય લેવાયો છે.

2019માં લોકસભામાં સરકારે જણાવ્યું હતું કે, બ્રિટીશ ઇન્ડીયા કોર્પોરેશનને બંધ કરવા નીતિ આયોગે ભલામણ કરી છે. એક સમયે કાનપુરમાં આ કંપનીનું લાલ રંગની ઇમારત સૌથી પ્રખ્યાત હતી. હાલ આ કંપનીએ 2021ના નાણાકીય વર્ષમાં રુા. 106 કરોડની ખોટ નોંધાવી છે અને 1200થી વધુ કર્મચારીઓના પગાર-ભથ્થા તથા નિવૃતિ વગેરેના આખરી સેટલમેન્ટની તૈયારી છે. 1981માં ઇન્દીરા સરકારે આ કંપનીનુંં રાષ્ટ્રીયકરણ કર્યું હતું. પરંતુ ત્યારબાદ કંપની સતત ખોટ નોંધાવતી રહી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement