જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે ધારાસભા ચૂંટણી નહીં યોજાય

10 August 2022 02:25 PM
India Politics
  • જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે ધારાસભા ચૂંટણી નહીં યોજાય

મતદાર યાદી પ્રસિધ્ધ કરવાની અંતિમ તારીખ લંબાવાઈ

નવી દિલ્હી,તા. 10
દેશના સંવેદનશીલ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે ચૂંટણી યોજાય તેવી શક્યતા નથી. રાજ્યમાં કલમ 370ની નાબૂદીના ત્રણ વર્ષ બાદ પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરમાં નવા સિમાંકન સાથે ચૂંટણી યોજવાની તૈયારી હતી પરંતુ રાજ્યમાં આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવા માટે હવે 25 નવેમ્બરની નવી તારીખ નિશ્ર્ચિત કરવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા આ અંગે એક નોટીફીકેશનમાં જણાવાયું છે કે રાજ્યમાં નવી મતદાર યાદીની કામગીરીમાં હજુ નવા સિમાંકન સાથે પૂર્ણ મતદાર યાદી પ્રસિધ્ધ થવા માટે હવે નવી તારીખ 25 નવેમ્બર નિશ્ચિત કરવામાં આવી છે. આ પહેલા ચૂંટણી પંચ દ્વારા 31 ઓગસ્ટ સુધીમાં મતદાર યાદી તૈયારી કરીને 25 ઓક્ટોબર સુધીમાં તે પ્રસિધ્ધ કરવાની જાહેરાત કરી હતી પરંતુ હજુ તેમાં સમય લાગશે તેવા સંકેત છે.

રાજ્યમાં નવેમ્બર માસ બાદ હીમવર્ષા તથા ભારે શિયાળાના કારણે ચૂંટણી યોજાઈ શકે તેમ નથી અને તેથી હવે ફેબ્રુઆરી બાદ જ રાજ્યની ધારાસભા ચૂંટણીઓ યોજાશે તેવું માનવામાં આવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement