કોર્બેવેક્સને બુસ્ટર ડોઝ તરીકે આપી શકાશે : મંજૂરી

10 August 2022 02:30 PM
India
  • કોર્બેવેક્સને બુસ્ટર ડોઝ તરીકે આપી શકાશે : મંજૂરી

નવી દિલ્હી,તા. 10
દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થયો છેતે વચ્ચે બુસ્ટર ડોઝની કાર્યવાહી પણ શરુ કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે 18 વર્ષથી ઉપરના તમામ માટે ફ્રી બુસ્ટર ડોઝની જાહેરાત કર્યા બાદ હવે દેશભરમાં બુસ્ટર ડોઝ આપવાની કામગીરી ચાલુ છે તે વચ્ચે વધુ એક વેક્સિન કોર્બેવેક્સને બુસ્ટર ડોઝ તરીકે આપવા કેન્દ્ર સરકારે મંજુરી આપી છે.

એટલે કે કોવેક્સિન કે કોવિશીલ્ડ બેમાંથી કોઇપણ એક વેક્સિનના બે ડોઝ લેનારને કાર્બેવેક્સ બુસ્ટર ડોઝ તરીકે આપી શકાશે.એ પ્રથમ વખત બન્યું છે કે પ્રાથમિક વેક્સિનેશનમાં જે બે વેક્સિનનો ઉપયોગ થયો હોય તે સિવાયની ત્રીજી વેક્સિનને બુસ્ટર ડોઝ તરીકે મંજૂરી અપાઇ છે.

બાયોલોજીકલ ઇ-કંપની દ્વારા આ વેક્સિન તૈયાર કરવામાં આવી છે અને 18વર્ષથી ઉપરના તમામ માટે તે બુસ્ટર ડોઝ તરીકે માન્ય રખાઈ છે અને આ માટે કો-વિન પોર્ટલ પર પણ આવશ્યક ફેરફાર કરવામાં આવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement