યા હુશેનના નારા સાથે જામનગરમાં તાજીયાના જુલુસ નિકળ્યા

10 August 2022 02:31 PM
Jamnagar Dharmik
  • યા હુશેનના નારા સાથે જામનગરમાં તાજીયાના જુલુસ નિકળ્યા

કોરોના કાળ પછી જામનગરમાં પ્રથમ વખત મોહરમ નિમિતે તાજીયાના ઝુલુસ પરંપરાગત રૂટ પર નીકળ્યા બાદ દરબારગઢ વિસ્તારમાં એક પછી એક કલાત્મક તાજીયાઓ એકઠા થયા હતાં. જેને નિહાળવા હિન્દુ-મુસ્લીમો મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં. કરબલાના શહીદોની યાદમાં મુસ્લીમ સમાજમાં માતમ સાથે મહોરમનો તહેવાર મનાવાય છે. જામનગરમાં ગઢની રાંગ વિસ્તારના મુસ્લીમ વિસ્તારો, બેડી, ધરારનગર, જોડીયા-ભુંગા. માધાપર-ભુગા. ગુલાબનગર. શંકરટેકરી, હર્ષદમીલની ચાલી, મકરાણી પાડા સહિતના વિસ્તારોમાં તાજીયાના ઝુલુસ અગાઉ ઠેર ઠેર વાએઝ. તકરીર. આમ-ન્યાઝના રોજ રાત્રે કાર્યક્રમો યોજાતા હતાં. જામનગરમાં મુસ્લીમ સમાજના પરવાનાવાળા તમામ જમાતના તાજીયાઓ પૈકી જામસાહેબ હારા સૈયદ સમાજને ભેટ અપાયેલો ચાંદીનો તાજીયો આજે પણ પડમાં પ્રથમ આવે છે અને આ તાજીયાના દર્શનાર્થે મોટી સંખ્યામાં હિન્દુઓ પણ પહોંચે છે. તેમજ સંખ્યાબંધ લોકો માનતા પણ પુરી કરે છે. શહેરમાં પરવાનાવાળા ઉપરાંત 200થી વધુ કલાત્મક તાજીયાઓ બન્યા બાદ મહોરમના દિવસે તેને વિવિધ તાજીયા કમિટીઓ ઝુલુસરૂપે લઈને નિકળે છે. જેને નિહાળવા લોકો ઉમટે છે. (તસ્વીર: હિતેષ મકવાણા)


Related News

Loading...
Advertisement
Advertisement