આરોપીને સજામુક્ત કરવાના દરેક ચુકાદામાં ઉપલી અદાલતોએ હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં : સુપ્રિમ કોર્ટ

10 August 2022 02:39 PM
India
  • આરોપીને સજામુક્ત કરવાના દરેક ચુકાદામાં ઉપલી અદાલતોએ હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં : સુપ્રિમ કોર્ટ

નીચલી અદાલતો દ્વારા અપનાવેલી પ્રક્રિયામાં કોઇ ક્ષતિ દેખાય તો કેસને રિ-ઓપન કરવાની તક મળે છે

નવી દિલ્હી,તા. 10
સર્વોચ્ચ અદાલતે એક નિરીક્ષણમાં જણાવ્યુંહતું કે કોઇપણ કેસમાં સજા પામેલા આરોપીને દોષમુક્ત કરવાના ચુકાદામાં જ્યાં સુધી અદાલતના ચુકાદામાં કોઇ ક્ષતિ ન હોય ત્યાં સુધી ઉપરી અદાલતોએ હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા પત્નીની હત્યાના આરોપી શખ્સને દોષી ગણાવતા નીચલી અદાલતના ચુકાદાને રદ કર્યો હતો અને આરોપીને મુક્ત કર્યો હતો.

જે સામે કરાયેલી અપીલમાં સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ વી.આર. ગવઇની ખંડપીઠે જણાવ્યું કે, આરોપીને સજામુક્ત કરવાના ચુકાદામાં હસ્તક્ષેપ કરવા માટે ઉપલી અદાલતો માટે બહુ ઓછી શક્યતા હોય છે. જ્યાં સુધી એ નિશ્ચિત ન કરી શકાય કે ચુકાદો આપનાર અદાલતે જે વલણ અપનાવ્યું હતું તે અસંભવ અથવા ખોટુ છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે, રાજસ્થાનના જોધપુરમાં પત્નીના હત્યાના આરોપીને પૂરાવાના નાશ કરવા તથા પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ હતો અને 1986માં ટ્રાયલ કોર્ટે તેને દોષીત જાહેર કર્યો હતો.

જેની સામે રાજસ્થાન હાઈકોર્ટે આરોપીને દોષમુક્ત કર્યો હતો. જો કે આ કેસમાં સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટનો યથાવત રાખ્યો હતો પરંતુ સાથોસાથ એ પણ ટિપ્પણી કરી કે દોષમુક્તના ફેંસલામાં હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં.


Related News

Loading...
Advertisement
Advertisement