વિશ્વભરના તળાવોમાંથી નીકળતો મિથેન ગેસ પર્યાવરણ માટે બન્યો ખતરો: સંશોધનમાં ખુલાસો

10 August 2022 02:46 PM
India World
  • વિશ્વભરના તળાવોમાંથી નીકળતો મિથેન ગેસ પર્યાવરણ માટે બન્યો ખતરો: સંશોધનમાં ખુલાસો

◙ સજીવોની તરસ છિપાવતા જળાશયોની વરવી બાજુ

◙ આ તળાવો દર વર્ષે લગભગ 4.16 કરોડ ટન મિથેન વાયુ વાતાવરણમાં ફેંકે છે, જેને કારણે ગ્લોબલ ‘વોર્મિંગની સર્જાતી સમસ્યા’: આંખ આડા કાન નહીં કરી શકાય આ સમસ્યાથી

નવી દિલ્હી તા.10
આપણે સૌ જાણીએ છીએ કે મિથેન ગેસ આપણા પર્યાવરણ માટે કેટલો નુકશાનકારક છે. મિથેન ગેસ ઉત્સર્જનને લઈને વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે, દુનિયાભરમાં તળાવો દર વર્ષે મોટી માત્રામાં વાતાવરણમાં મિથેન ગેસ છોડે છે.

વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, દર વર્ષે આ તળાવો 4.16 કરોડ ટન મિથેન વાતાવરણમાં ઉત્સર્જીત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં 28 લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં તળાવો છે. જો કે આકારમાં લગભગ આર્જેન્ટીના બરાબર છે. જો મિથેન ગેસની વાત કરીએ તો તે એક મુખ્ય ગ્રીન હાઉસ ગેસ છે, જે વૈશ્ર્વિક સ્તર પર ઝડપથી વધતા તાપમાનનું એક મોટું કારણ છે જે પુર્વે ઔદ્યોગીક કાળની તુલનામાં જોઈએ તો આજે પૃથ્વીના વાયુ મંડળમાં મિથેનનું સ્તર ત્રણ ગણુ વધી ગયું છે.

જયારે બીજી બાજુ જો જલવાયુ પરિવર્તન પર આ ગેસથી પડનારી અસર જોઈએ તો મિથેન ગેસ કાર્બન ડાયોકસાઈડની તુલનામાં ખૂબ જ વધુ ઝડપથી વાતાવરણને ગરમ કરી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના મામલામાં આ ગેસ કાર્બન ડાયોકસાઈડની તુલનામાં ઝડપથી વાતાવરણને ગરમ કરી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના મામલે આ ગેસ કાર્બન ડાયોકસાઈડની તુલનામાં 28 ગણો શક્તિશાળી છે.

આંખ આડા કાન નહીં કરી શકાય: અનુમાન છે કે વૈશ્વિક તાપમાનમાં અત્યાર સુધી જેટલી વૃદ્ધિ થઈ છે તેમાં 25 ટકા ભાગ માટે મિથેન જ જવાબદાર છે. માણસ દ્વારા ઉત્સર્જીત થઈ રહેલા મિથેનમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. પ્રાકૃતિક સ્ત્રોતો જેમકે નદીઓ, તળાવો અને જળાશયોમાંથી થતા ઉત્સર્જન સામે આંખ આડા કાન ન કરી શકાય. આ જળસ્ત્રોતોમાંથી નીકળેલ મિથેન પાણીમાં ફેલાઈ શકે છે અથવા તળાવના તળીયે જમા કાંપથી પરપોટાં બનીને ઉત્સર્જીત થઈ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement