કોવિડ કાળ બાદ નાના શહેરોમાં હોમ લોન વધી

10 August 2022 02:48 PM
India
  • કોવિડ કાળ બાદ નાના શહેરોમાં હોમ લોન વધી

કુલ લોનના 80% ટીપર-ટુ તથા ટીપર-3 માં ફાળવણી

ચેન્નઈ: દેશમાં કોવિડ કાળ બાદ હાઉસીંગ સેકટરમાં અનેક બદલાવ આવ્યા છે. જેમાં મુખ્યત્વે દેશના ટીપર-2 અને ટીપર-3 શહેરોમાં આવાસની માંગ વધતા એફોર્ડેબલ હાઉસીંગ સહિતના ક્ષેત્રોમાં હોમ લોનનું પ્રમાણ પણ ઉંચુ ગયુ છે તથા ખાસ કરીને દેશની અગ્રણી હાઉસીંગ ફાયનાન્સ કંપનીના છેલ્લા બે વર્ષના ધિરાણના 80% હોમ લોન નાના શહેરોમાં આપવામાં આવી છે.

ખાસ કરીને વર્ક ફોર્મ હોમનું કલ્ચર વધ્યુ છે અને તથા એમએસએમઈ તથા નાના ઉદ્યોગો ફરી સક્રીય થવા લાગ્યા છે અને સ્થાનિક સ્તરે પણ રીકવરીને કારણે આવાસ ધિરાણની માંગ વધી છે. ખાસ કરીને દેશના દક્ષિણના રાજયોમાં નાના શહેરોમાં હોમલોનનું પ્રમાણ સૌથી વધુ રહ્યું છે.

ખાસ કરીને હાલ હોમ લોન વ્યાજદર પણ વધી રહ્યા છે તેથી ભવિષ્યની હોમ લોન ડિમાન્ડ પર તેની નકારાત્મક અસર પડી શકે છે. નાના શહેરોમાં હોમ લોનનું પ્રમાણ વધવા માટે કોવિડ કાળમાં જે મોટાપાયે હિજરત થઈ હતી અને જે વર્ગ વતનમાં પરત ગયો હતો.

તેઓ સ્થાનિક સ્તરે વ્યાપાર-ધંધા જ પસંદ કરે છે અને તેના કારણે હોમ લોનની માંગ વધી છે. ઉપરાંત વર્ક ફ્રોમ હોમમાં નાના અને મધ્યમ કક્ષાના શહેરોમાં મોટી કંપનીઓએ કામ કરતા કર્મચારીઓ ધસી ગયા છે જેઓ હવે પોતાના ખુદના આવાસ માટે હોમ લોન માટે સૂચન કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement