સ્માર્ટફોન, ટેબલેટ સહિત બધા ઈલેકટ્રોનીક સાધનો માટે આવશે એક કોમન ચાર્જર

10 August 2022 02:51 PM
India
  • સ્માર્ટફોન, ટેબલેટ સહિત બધા ઈલેકટ્રોનીક સાધનો માટે આવશે એક કોમન ચાર્જર

કોમન ચાર્જરથી ઈ-વેસ્ટમાં અંકુશ આવશે

નવી દિલ્હી તા.10
સરકાર હવે મોબાઈલ ફોન, ટેબલેટસ, ઈયરવડસ, સ્પીકર અને લેપટોપ માટે માત્ર બે પ્રકારના કોમન ચાર્જરની સંભાવના શોધી રહી છે. સરકારના આ પગલાથી ઘણા લોકોને રાહત મળશે. જો ભવિષ્યમાં પાત્ર 2 પ્રકારના ચાર્જર માર્કેટમાં આવે છે તો તેથી યુઝર્સને પૈસામાં તો રાહત થશે.

સાથેસાથે ઈલેકટ્રોનીક વેસ્ટમાં પણ કપાત થશે. ગ્રાહક મામલાના મંત્રાલયે બધા મુખ્ય ઈન્ડસ્ટ્રી એસોસીએશન અને ક્ષેત્ર વિશેષના સંગઠનોની બેઠક 17 ઓગષ્ટે બોલાવી છે. બેઠકમાં દરેક ઘરમાં અલગ અલગ ચાર્જર રાખવાની જરૂરિયાતને ખતમ કરવાની સંભાવના પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.

ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ વેપારીઓને લખેલા પત્રમાં ગ્રાહક મામલાના સચીન રોહિતકુમાર સિંહે જણાવ્યું હતું કે આમાં એક ચાર્જર નાના અને મધ્યમ આકારના ડિવાઈસીઝ જેમકે સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ, ઈયરવડસને ચાર્જ કરવા માટે હશે, જયારે બીજા ચાર્જરથી ફીચર કે બેઝીક ફોન ચાર્જ થશે.

આ જાહેરાત અનુસાર સપ્ટેમ્બરથી નવેમ્બર 2024 સુધીમાં ઈયુમાં નાના અને મધ્યમ આકારના ડિવાઈસીઝ જેમકે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબલેટ અને કેમેરાને ચાર્જ કરવા માટે યુએસવી ટાઈપ-સી પોર્ટ કોમન ચાર્જીંગ પોર્ટ વન બની જશે.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ નાણાકીય વર્ષ 2019 અને 2020 દરમિયાન 32 ટકા ઈલેકટ્રોનીક કચરો પેદા થયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement