ખુદની સ્વાર્થ વૃતિને કારણે ભવિષ્યમાં માનવી પોપટની મીઠી બોલી સાંભળી નહી શકે!

10 August 2022 02:56 PM
India
  • ખુદની સ્વાર્થ વૃતિને કારણે ભવિષ્યમાં માનવી પોપટની મીઠી બોલી સાંભળી નહી શકે!

♦ પોપટ ઉપરાંત જિરાફ અને ઓક વૃક્ષની પણ ઘટતી જતી સંખ્યા

♦ દુનિયામાં પોપટની 356 પ્રજાતિમાંથી 123 પ્રજાતિઓ નાશ થવાની કગાર પર: માણસની પોપટના શિકારની, વેપારની વૃતિ અને ઘટતા જતા જંગલથી પોપટના અસ્તિત્વ સામે ખતરો

નવી દિલ્હી તા.10
પોપટની સ્વરપેટી અને ગ્રહણ શક્તિ એટલી તીવ્ર હોય છે કે તે માનવીની ભાષામાં અવાજ કરી માનવી સાથે વાતચીત કરી શકે છે. પોપટની બોલી જો કે આવનારા ભવિષ્યમાં ઈતિહાસ બની જશે. કારણ કે ચિંતાજનક રીતે પોપટની વસ્તી ઘટી રહી છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પોષિત સંસ્થા ઈન્ટર ગવર્નમેન્ટલ સાયન્સ પોલીસી પ્લેટફોર્મ ઓન બાયો ડાયવર્સિટી એન્ડ ઈકોસીસ્ટમ (આઈપીબીઈએસ)ના રિપોર્ટ મુજબ પોપટ અને જિરાફની સાથે સાથે ઓકનું વૃક્ષ સહિત 10 લાખ પશુ-પક્ષીઓ અને વૃક્ષોની પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે છે.

પોપટની 356 માંથી 123 પ્રજાતિઓ વિલુપ્તીના ઉંબરે છે, જયારે દુનિયાભરમાં પશ્ચિમી આફ્રિકી જિરાફની સંખ્યા માત્ર 600 રહી ગઈ છે. જિરાફની સંખ્યા શિકાર વધવાથી ઘટી છે તો પોપટની સંખ્યા વન ક્ષેત્ર ઘટવાથી ઘટી રહી છે.

મુશ્કેલીમાં ફસાયા પક્ષીઓ: ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના અનુસાર વર્ષ 1500થી લઈને અત્યાર સુધીમાં પક્ષીઓની 190થી વધુ પ્રજાતિઓ વિલુપ્ત થઈ ગયા છે, તેમાં પોપટની અનેક પ્રજાતિઓ છે.

ઘટી રહ્યું છે જંગલોનું ક્ષેત્ર: કૃષિ ભૂમિની માંગ વધવાથી જંગલોનું ક્ષેત્ર ઘટી રહ્યું છે. આથી પોપટ સહિત અન્ય પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના ઈકોલોજી વિભાગના ડીરેકટર સુશાસન ગાર્ડનરનું કહેવું છે કે વન્ય જીવ માણસોના ખાવાના અને આવકના સાધન બની ગયા છે.

હાલતના મુખ્ય કારણો: 5 માંથી એક વ્યક્તિની આવક અને ખોરાકનું સાધન બન્યા છે જીવ. 10 હજારથી વધુ પ્રકારના વન્ય જીવોના શિકાર. 240 કરોડથી વધુ લોકો ઈંધણ માટે જંગલના લાકડા પર 70 ટકા દુનિયાના ગરીબો ખોરાક માટે વન્ય જીવો પર આશ્રિત છે.

ઔદ્યોગીકરણથી ખતરો વધ્યો: સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર દુનિયાભરની સરકારો વાર્ષિક 50 હજાર કરોડ ડોલરથી વધુની રકમ ઉદ્યોગો પર ખર્ચ કરી રહી છે. જેનું સીધું નુકસાન વન્ય જીવો અને વનોને થઈ રહ્યું છે. હાલતને વધુ ખરાબ થતી રોકવા માટે વિકલ્પો પર વિચાર કરવાની જરૂર છે.


Related News

Loading...
Advertisement
Advertisement