ગ્લોબલ વોર્મિંગ: જો માણસ નહીં ચેતે તો શીતળ રાત્રી બનશે ધખધખતી!

10 August 2022 03:14 PM
India World
  • ગ્લોબલ વોર્મિંગ: જો માણસ નહીં ચેતે તો શીતળ રાત્રી બનશે ધખધખતી!

► અમેરિકાની નોર્થકેરોલિના યુનિવર્સિટીના સંશોધકોનો ચોંકાવનારો ખુલાસો

► હાલ રાત્રિનું તાપમાન 20.4 ડિગ્રી છે તે આગામી વર્ષ 2090 સુધીમાં 39.7 ડિગ્રી સેલ્સીયસ થઈ જશે, જેથી ભાવિ પેઢીની રાત્રીની ઉંઘ હરામ થશે અને અનેક શારીરિક-માનસિક રોગનો ખતરો વધી જશે: બચાવનો એક જ વિકલ્પ છે- જલવાયુ પરિવર્તનને રોકવાનો

નવી દિલ્હી તા.10
છેલ્લા 200 વર્ષમાં ઔદ્યોગીક ક્રાંતિ અને વૈજ્ઞાનિક ક્રાંતિથી માણસે પોતાની સુખ સુવિધાના અનેક સાધનો બન્યા છે પણ આ ક્રાંતિની આડઅસર રૂપે સર્જાયેલી ગ્લોબલ વોર્મિંગ- જલવાયુ પરિવર્તનની સમસ્યાથી આજની પેઢી તો પરેશાન થઈ રહી છે, આવનારી પેઢી માટે પણ ભયાનક મુશ્કેલી વધી શકે છે. ગ્લોબલ વોર્મંગથી ગરમી એટલી વધશે કે માનવ સહિત પશુ-પક્ષી-પ્રાણી સૃષ્ટિઓ માટે શીતળ રાત્રી ગરમ થઈ જશે અને અપૂરતી ઉંઘથી અનેક પ્રકારના રોગો માનવને ઘેરી વળશે.

ઝડપથી વધી રહેલી ગરમી સદીના અંત સુધીમાં 6 ગણી વધુ મોતનું કારણ બની જશે. રાત્રે વધુ પડતું તાપમાન લોકોની નીંદર અને શારીરિક પ્રક્રિયામાં પણ ગરબડ ઉભી કરશે. ઓછી નિંદ્રા માત્ર રોગ પ્રતિકાર તંત્રને જ નુકશાન નહીં પહોચાડે બલકે એનાથી હૃદયરોગ, ગંભીર અનિંદ્રા, સોજા અને માનસિક બિમારીઓનો ખતરો પણ વધી જશે. ભવિષ્યમાં જલવાયુ પરિવર્તનથી થતા આ દુષ્પ્રભાવો સાથે સંલગ્ન આ જાણકારી લેન્સેટ પ્લેનેટરી હેલ્થ જર્નલમાં છપાયેલા તાજેતરના સંશોધનમાં બહાર આવી છે.

સંશોધકોએ ભવિષ્યમાં આ મોતનું અનુમાન ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનના 28 શહેરોમાં 1980 થી 2015 સુધી વધેલી ગરમીના કારણે માર્યા ગયેલા લોકોની સંખ્યાના આધારે લગાવાયુ છે. અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીના સંશોધકો અનુસાર આગામી વર્ષ 2090 સુધીમાં પુર્વી એશિયાઈ દેશોના 28 શહેરોમાં રાતનું સરેરાશ તાપમાન 20.4 ડીગ્રી સેલ્સીયસ વધીને 39.7 ડીગ્રી સેલ્સીયસ થઈ જશે.

સંશોધનના સહ લેખક યુકિયાંગ ઝીંગનું કહેવું છે કે, બદલાતા જલવાયુમાં રાત્રીના તાપમાનમાં વધારાને અત્યાર સુધી ધ્યાને નહોતું લેવાતું પણ આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે સદીના અંતિમ દાયકામાં સરેરાશ તાપમાનમાં હાલના બદલાવની તુલનામાં 60 ટકા ઝડપ આવશે. સંશોધનનું કહેવું છે કે જલવાયુ પરિવર્તન રોકવાની રણનીતિઓ અને મજબૂત વૈશ્વિક ભાગીદારી ભવિષ્યમાં ગરમીના દુષ્પ્રભાવોને રોકવાનો એકમાત્ર વિકલ્પ છે.


Related News

Loading...
Advertisement
Advertisement