તિરંગો નહી કેસરી નિશાન સાહિબ લહેરાવો: પંજાબના સાંસદે વિવાદ સર્જયો

10 August 2022 03:43 PM
India
  • તિરંગો નહી કેસરી નિશાન સાહિબ લહેરાવો: પંજાબના સાંસદે વિવાદ સર્જયો

ભગવંતસિંહ માન દ્વારા શીખ સમુદાયને તા.14-15ના રોજ તિરંગો નહી લહેરાવવા આહવાન

નવી દિલ્હી તા.10 : કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાયું છે અને તા.13 થી 15 સુધી દેશભરમાં તમામ ઘરો પર તિરંગો લહેરાય તે માટે જબરદસ્ત તૈયારીઓ છે તે વચ્ચે પંજાબમાં અકાલીદળના સાંસદ સીમરનજીત માને વિવાદ છેડયો છે અને તા.14-15 ઓગષ્ટના રોજ શિખ ઘરો તથા ઓફિસો પર તિરંગો નહી પણ કેસરી નિશાન વાળા સાહિબ ધ્વજ લહેરાવવા આહવાન કર્યુ છે. હાલમાં જ સંગરૂરથી લોકસભામાં ચૂંટાયેલા માન ભૂતકાળમાં ખાલીસ્તાન મુવમેન્ટ સાથે પણ જોડાઈ ચૂકયા છે અને ભગતસિંહને પણ આતંકી કહી ચૂકયા છે. તેઓએ એવું આહવાન કર્યુ છે કે શિખ કોમ તિરંગો નહી પરંતુ કેસરી નિશાન સાહીબા ફરકાવશે.


Related News

Loading...
Advertisement
Advertisement