સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રભારી બદલાયા: સુરેશભાઈ ગોધાણી તથા નિમુબેન બાંભણીયાની નિયુક્તિ

10 August 2022 03:44 PM
Surendaranagar Rajkot
  • સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રભારી બદલાયા: સુરેશભાઈ ગોધાણી તથા નિમુબેન બાંભણીયાની નિયુક્તિ

રાજકોટ શહેર ભાજપના અગ્રણી નિતીશ ભારદ્વાજના સ્થાને નવી નિમણુંક: 2017માં ભાજપને સુરેન્દ્રનગર જીલ્લામાં મોટી પછડાટ સહન કરવી પડી હતી

રાજકોટ તા.10 : ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પુર્વે ભારતીય જનતાપક્ષે હવે સુરેન્દ્રનગર જીલ્લાના પ્રભારી તરીકે શ્રી સુરેશભાઈ ગોધાણી તથા નિમુબેન બાંભણીયાની વરણી કરી છે. આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર જીલ્લો એ ભાજપ માટે ખાસ કરીને કોળી સહિતના સમુદાયની વિશાળ વસ્તી જોતા મહત્વપૂર્ણ બની રહેનાર છે અને હાલ સુધી આ જીલ્લાની જવાબદારી રાજકોટ ભાજપના અગ્રણી તથા શ્રી નિતીન ભારદ્વાજ જવાબદારી સંભાળતા હતા પરંતુ હવે તેમના સ્થાને સુરેશભાઈ ગોધાણીની નિયુક્તિ કરવામાં આવી છે.

આ ઉપરાંત નિમુબેન બાંભણીયાને પણ જવાબદારી સોંપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2017ની ધારાસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપને પાંચ માંથી એક જ બેઠક મળી હતી. જો કે ત્યારબાદ કોંગ્રેસના બે ધારાસભ્યોને ભાજપે ખેડવીને પેટાચૂંટણી લાવતા વધુ બે બેઠકો કબ્જે કરવામાં ભાજપને સફળતા મળી હતી. પરંતુ હવે સુરેશભાઈ ગોધાણી તથા નિમુબેન બાંભણીયાની નિમણુંક બાદ આ વર્ષના અંતે યોજાનારી ધારાસભા ચૂંટણીમાં ભાજપ આ જીલ્લામાં કેટલો સ્કોર કરી શકે છે તેના પર સૌની નજર છે.


Related News

Loading...
Advertisement
Advertisement