બિહારમાં મુખ્યમંત્રી તરીકે નિતીશકુમારની શપથવિધિ: તેજસ્વી નાયબ મુખ્યમંત્રી બન્યા

10 August 2022 03:45 PM
India
  • બિહારમાં મુખ્યમંત્રી તરીકે નિતીશકુમારની શપથવિધિ: તેજસ્વી નાયબ મુખ્યમંત્રી બન્યા

► હવે મહાગઠબંધનની સરકાર: આઠમી વખત મુખ્યમંત્રી બનતા નિતીશકુમાર

► રાજભવન ખાતેના સમારોહમાં ફકત નિતીશ તથા તેજસ્વીની શપથવિધિ: મંત્રીમંડળની રચનામાં હવે કસોટી: પુર્વ મુખ્યમંત્રી માંજી નારાજ હોવાનો અહેવાલ

પટણા તા.10
બિહારમાં ચોવીસ કલાકમાં નાટયાત્મક રાજકીય દ્રશ્યો બાદ આજે જનતાદળ મહાગઠબંધન સરકારના વડા તરીકે શ્રી નિતીશકુમારે મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા તથા રાષ્ટ્રીય જનતાદળના વડા તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. પટણામાં રાજભવન ખાતે એક સમારોહમાં શ્રી નિતીશકુમારે આઠમી વખત બિહારના મુખ્યમંત્રીપદે શપથ લીધા છે.

રાજયપાલ ફાગુ ચૌહાણે નિતીશકુમાર તથા તેજસ્વી યાદવને શપથ લેવડાવ્યા હતા અને આ સાથે હવે બિહારમાં મહાગઠબંધનની સરકારનું શાસનનો પ્રારંભ થયો છે. અગાઉ આજે દિવસભર નવી સરકારની રચના અને મંત્રીમંડળમાં સમાવેશ અંગે જબરી અટકળો ચાલી હતી અને એક તબકકે 34 સભ્યોનું મંત્રીમંડળ રચાશે તેવી ચર્ચા હતી પરંતુ રાજભવન ખાતે યોજાયેલા થોડી મીનીટોના સમારોહમાં પહેલા નિતીશકુમારે મુખ્યમંત્રીપદે તથા તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા છે અને હવે આગામી સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ કરવામાં આવશે તેવા સંકેત છે.

રાજયમાં આ સાથે જનતાદળ (યુ) તથા રાજદ સહિત સાત પક્ષો અને એક અપક્ષ ધારાસભ્યના ટેકા સાથે નવી સરકારની રચના થઈ છે અને આગામી દિવસોમાં હવે મંત્રીમંડળના વિસ્તરણમાં સરકારની કચોરી થશે. એક તબકકે રાજયના પુર્વ મુખ્યમંત્રી તથા હિન્દુસ્તાન અવામી સંગઠનના વડા જિતેન માનજી મુખ્યમંત્રી સાથે જ શપથ લેશે તેવા સંકેત હતા. પરંતુ છેલ્લી ઘડીએ ડાયસ પર ફકત બે જ ખુરશીઓ રાખવામાં આવી હતી અને હવે કોંગ્રેસ સહિતના પક્ષો સરકારમાં કઈ રીતે સામેલ થાય છે તેના પર સૌની નજર છે.

શપથવિધિ પુર્વે લાલુપ્રસાદ સાથે ફોન પર વાત કરતા નિતીશ
આજે પટણામાં શપથવિધિ પુર્વે જ નિતીશકુમારે રાષ્ટ્રીય જનતાદળના વડા લાલુપ્રસાદ સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમને સમગ્ર ઘટનાક્રમથી વાકેફ કરાયા હતા. યાદવ નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યા ન હતા અને તેમણે નવી સરકારને શુભેચ્છા આપી હતી. બીજી તરફ આજની શપથવિધિમાં પુર્વ મુખ્યમંત્રી તથા લાલુપ્રસાદ યાદવના ધર્મપત્ની રાબડીદેવી તથા સમગ્ર કુટુંબ હાજર હતું. જેમાં તેજપ્રતાપ યાદવનો પણ સમાવેશ થાય છે. એક તબકકે તેમને આજે રાજયમાં મંત્રી બનાવાશે તેવી અટકળો હતી.

પખવાડીયામાં વિશ્વાસ મત મેળવશે નિતીશકુમાર
હવે વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ
રાજયમાં નવી રચાયેલી મહાગઠબંધન સરકાર: વિધાનસભાના ફલોર પર અધ્યક્ષ સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવશે: લાંબા સમયથી નિતીશકુમાર તથા વિધાનસભાના અધ્યક્ષ વચ્ચે ટકકર ચાલે છે અને તેથી નવી સરકારનું પહેલું કામ વિધાનસભાના નવા અધ્યક્ષની પસંદગીનો હતો. જયારે આગામી દિવસોમાં નિતીશ સરકાર રાજયમાં વિશ્ર્વાસ મત પણ મેળવશે.


Related News

Loading...
Advertisement
Advertisement