કલેક્ટર કચેરીમાં મહેસુલી અપીલનું બોર્ડ મોકૂફ

10 August 2022 03:46 PM
Rajkot
  • કલેક્ટર કચેરીમાં મહેસુલી અપીલનું બોર્ડ મોકૂફ

તિરંગાયાત્રા અને લોકમેળાની બેઠકની તૈયારીમાં તંત્ર વ્યસ્ત રહેતા હિયરીંગ મુલત્વી : અરજદારોને ધરમધક્કા

રાજકોટ,તા. 10
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં દર બુધવારે આયોજીત થતું આજનું મહેસુલી બોર્ડ એકાએક મુલત્વી રાખી દેવામાં આવેલ હતું. જેના પગલે અરજદારોને કલેક્ટર કચેરીના ધરમધક્કા થવા પામેલ હતા. આજના મહેસુલી બોર્ડમાં અંદાજે 17 થી 20 જેટલાં અપીલના કેસો મુકવામાં આવેલ હતા.

અહીં એ ઉલ્લેખનીય છે કે આગામી તા. 12મીનાં તિરંગા યાત્રા અને તા. 17મીના લોકમેળાનું ઉદ્દઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર હોય જેની તૈયારીઓમાં જિલ્લા કલેક્ટર તંત્ર વ્યસ્ત બનતા આજનું આ મહેસુલી અપીલનું બોર્ડ મુલત્વી રાખી દેવામાં આવેલ હતું.


Related News

Loading...
Advertisement
Advertisement