તા.12 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

10 August 2022 03:46 PM
Rajkot
  • તા.12 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

તા.21, 28, 4 અને 11 સપ્ટેમ્બરના રાજકોટ શહેર-જિલ્લાના મતદાન બુથો પર ખાસ ઝુંબેશ : તા.1 ઓકટો.ના 18 વર્ષ પૂરા કરનારને મતદાનનો અધિકાર મેળવવાની તક

રાજકોટ,તા. 10 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાનું શરુ થતાની સાથે જ રાજકીય પક્ષો તેમજ વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ ઇલેકશન મોડમાં આવી જવા પામેલ છે. વિધાનસભાની ચૂંટણી ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તેમજ વધુને વધુ મતદારો આ ચૂેંટણીમાં પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર અત્યારથી જ સજ્જ બનવા લાગ્યું છે.

ચૂંટણી પંચ દ્વારા આગામી તા. 12 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. શહેર-જિલ્લાની તમામ તાલુકા મામલતદાર કચેરીઓ પર મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, કમી કરવા, સ્થળ ફેરફાર સહિતની કામગીરી આ સંક્ષિપ્ત મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત થશે.આ ઉપરાંત આગામી તા. 21 ઓગસ્ટ, 28 ઓગસ્ટ, 4 સપ્ટેમ્બર અને 11 સપ્ટેમ્બરનાં રાજકોટ શહેર-જિલ્લાના તમામ મતદાન બુથો પર મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે.

જેમાં જિલ્લાના તમામ 2253 બુથો ઉપર બીએલઓ આ કામગીરી કરશે. મતદારો નામ નોંધણી અથવા ફેરફાર માટે વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ www. voter portal.eci,gov.in, નો ઉપયોગ કરી શકશે. આ અંગેની વિશેષ માહિતી માટે 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવેલ છે જેના પર સંપર્ક કરવાથી પણ મતદારોને આ અંગેની માહિતી ઉપલબ્ધ બની શકશે.


Related News

Loading...
Advertisement
Advertisement