2253 બુથોના EVMનું ફર્સ્ટ લેવલ ચેકીંગ શરૂ

10 August 2022 03:47 PM
Rajkot
  • 2253 બુથોના EVMનું ફર્સ્ટ લેવલ ચેકીંગ શરૂ

બેંગ્લોરના બેલ કંપનીના ઇજનેર અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એક માસ સુધી તપાસણી

રાજકોટ : ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને આજથી ઇવીએમ વેરહાઉસ ખાતે રાજકોટ શહેર-જિલ્લાના 2253 બુથોના ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકીંગ શરુ કરી દેવામાં આવ્યું છે.એક માસ સુધી આ કામગીરી ચાલશે. બેંગ્લોરની બેલ કંપનીના ઇજનેરો અને રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઇવીએમનું આ ફર્સ્ટ લેવલ ચેકીંગ શરુ કરવામાં આવેલ છે. જેમાં બેલેટ મારફતે વોટ યોગ્ય રીતે પડે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ માટે બેંગ્લોરની બેલ કંપનીના ઇજનેરોએ રાજકોટમાં પડાવ નાખી દીધો છે.


Related News

Loading...
Advertisement
Advertisement