રાજકોટમાં બીજા દિવસે વિજ દરોડા રૈયા-માધાપરમાં લંગરીયા ઝડપાયા

10 August 2022 03:50 PM
Rajkot
  • રાજકોટમાં બીજા દિવસે વિજ દરોડા  રૈયા-માધાપરમાં લંગરીયા ઝડપાયા

32 ટીમોની સવારથી ડ્રાઈવ : મોટા પ્રમાણમાં ગેરરીતિના કેસ મળ્યા

રાજકોટ,તા. 10 : રાજકોટમાં આજે સતત બીજા દિવસે વીજચોરી પકડવા માટે વીજ તંત્ર દ્વારા દરોડા જારી રાખવામાં આવ્યા હતા અને રૈયા તથા માધાપરના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. વીજ તંત્રનાં સુત્રોએ જણાવ્યું હતું કે આજે રાજકોટ સિટી ડીવીઝન-2 હેઠળના રૈયા રોડ અને માધાપર સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં સવારથી વીજ દરોડા શરુ કરવામાં આવ્યા હતા.

રૈયા રોડ સબ ડીવીઝન હેઠળનાં આરએમસી સ્લમ ક્વાર્ટર, બંસીધર પાર્ક, રૈયા ગામ, આરએમસી આવાસ ઉપરાંત માધાપર સબ ડીવીઝન હેઠળના સંતોષીનગર, શંકર ટેકરી, મનહરપુર, ઘંટેશ્ર્વર, કલ્યાણનગર, નવરંગપરા જેવા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સુત્રોએ કહ્યું કે અનેક સ્થળોએથી ગેરરીતિ પકડાઈ હતી અને કેટલાક વીજ જોડાણોમાં લંગરીયા માલુમ પડ્યા હતાં. થાંભલેથી જ સીધા જોડાણ લઇને વીજ ચોરી કરતા હોવાનું માલુમ પડ્યું હતું. લાખોની વીજચોરી પકડાવાની શંકા છે.


Related News

Loading...
Advertisement
Advertisement