નિતીશને ઉપરાષ્ટ્રપતિ બનવું હતું: સુશીલ મોદી

10 August 2022 03:53 PM
Politics
  • નિતીશને ઉપરાષ્ટ્રપતિ બનવું હતું: સુશીલ મોદી

ભાજપે તેને ચાર વખત મુખ્યમંત્રી બનાવ્યા: પુર્વ નાયબ મુખ્યમંત્રીના પ્રહાર

આજે બિહારમાં નિતીશકુમાર સરકારની શપથવિધિ પુર્વે ભાજપે પટણામાં ધરણા યોજયા હતા અને સાથોસાથ પુર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ નિતીશકુમાર પર સીધો હુમલો કરતા કહ્યું કે તેઓને ઉપરાષ્ટ્રપતિ બનવાની મહેચ્છા હતી અને અનેક વખત આ માટે પ્રયાસો થયા હતા. એક સમયે નિતીશકુમારના જ ડેપ્યુટી રહી ચૂકેલા શ્રી સુશીલકુમાર મોદી હવે નવી સરકાર સામે મેદાનમાં આવી ગયા છે અને તેઓએ આકરો આક્ષેપ કરતા જણાવ્યું કે નિતીશકુમારે હંમેશા સતાને જ મહત્વ આપ્યુ છે અને તેથી જ તેઓએ ભાજપ સાથેનું જોડાણ કર્યુ હતું. અમે તેમને ચાર-ચાર વખત મુખ્યમંત્રી બનાવ્યા પણ અંતે તેઓએ ભાજપને જ દગો દીધો છે.


Related News

Loading...
Advertisement
Advertisement