બે બાળકી સહિત વધુ 27ને કોરોના

10 August 2022 03:55 PM
Rajkot
  • બે બાળકી સહિત વધુ 27ને કોરોના

રાજકોટમાં હવે એકટીવ કેસ 365 : 31 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજકોટ, તા. 10 : રાજકોટ શહેરમાં ગઇકાલે કોરોનાના નવા 27 કેસ આવ્યા હતા. જે સામે 31 દર્દી ડિસ્ચાર્જ થતા હવે એકટીવ કેસનો આંકડો 365 પર પહોંચ્યો છે. શહેરમાં ચાલુ મહિનામાં પણ કોરોનાના કેસ સતત આવી રહ્યા છે. મંગળવારે શહેરમાં કુલ 992 ટેસ્ટ કરવામાં આવતા 2.72 ટકા એટલે કે 27 રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ સાથે આજ સુધીના કુલ દર્દીઓનો આંકડો 64928 પર પહોંચ્યો છે. તો 98.66 ટકા એટલે કે 64062 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. 19.07 લાખ ટેસ્ટમાં પોઝીટીવીટી રેટ 3.40 ટકા પર પહોંચ્યો છે.

ગઇકાલે જે નવા દર્દી નોંધાયા તેમાં સદર વિસ્તારમાં 10 વર્ષની બાળકી અને કોઠારીયા રોડના હુડકો વિસ્તારમાં 11 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. આ સિવાય ગાંધીગ્રામ, માધાપર, લક્ષ્મીવાડી, હુડકો, મવડી, નાના મવા, પ્રણામી ચોક, રેલનગર, વિજય પ્લોટ, શ્યામનગર સહિતના વિસ્તારમાં નવા દર્દીઓ નોંધાયા હતા. જોકે કોરોનાથી કોઇને ગંભીર અસર થઇ રહી નથી. મોટા ભાગે લોકો ઘરે સારવારમાં સ્વસ્થ બની રહ્યાનું આરોગ્ય વિભાગ જણાવે છે. બીજી તરફ કોરોનાની જેમ જ સિઝનલ શરદી, ઉધરસ, તાવ જેવા રોગચાળાથી બચવા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement