ટેકસ છૂટ કેમ લીધી ? ગુજરાતમાં 3 લાખ કરદાતાને ઇન્કમટેકસ નોટીસ : સાત દિવસમાં ખુલાસો મંગાયો

10 August 2022 04:10 PM
Rajkot
  • ટેકસ છૂટ કેમ લીધી ? ગુજરાતમાં 3 લાખ કરદાતાને ઇન્કમટેકસ નોટીસ : સાત દિવસમાં ખુલાસો મંગાયો

► રીટર્ન ભરાયાના ગણતરીના દિવસોમાં જ ધડાધડ નોટીસોથી સોંપો

► પીએફ, લોન વ્યાજ, મકાન ભાડા વગેરે ચુકવણામાં કરકપાત મેળવનારા કરદાતા નિશાન

રાજકોટ, તા. 10
પગારદાર વર્ગ દ્વારા આવક વેરા રીટર્ન ભરાયાને માંડ 10 દિવસ થયા છે ત્યાં રીટર્નમાં વિવિધ ટેકસ છુટછાટ મેળવનારા કરદાતાઓને ઇન્કમ ટેકસ તરફથી ધડાધડ નોટીસો મળવા લાગતા સોંપો પડી ગયો છે. સમગ્ર ગુજરાતમાં અંદાજીત 3 લાખ કરદાતાઓને નોટીસ ફટકારવામાં આવી હોવાના નિર્દેશો સાંપડયા છે.

કરવેરા સલાહકારના સુત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે આવક વેરા રીટર્નમાં કરદાતા પ્રોવિડન્ડ ફંડના વ્યાજ, હોમલોનના વ્યાજ, મકાન ભાડા, મ્યુચ્યુઅલ ફંડ જેવી અનેકવિધ આવક-ચૂકવણી પર કપાત મેળવતા હોય છે તે આવકવેરા કાયદા અંતર્ગત જ હોય છે. પરંતુ આવકવેરા વિભાગે આ પ્રકારની કરવેરા છુટછાટો મેળવનારા લાખો કરદાતાઓને ધડાધડ નોટીસો આપવાનું શરૂ કરી દીધું છે.

સમગ્ર ગુજરાતમાં અંદાજીત 3 લાખ કરદાતાઓને નોટીસ ફટકારવામાં આવી છે. મહત્વની વાત એ છે કે સાત જ દિવસમાં નોટીસોનો જવાબ અને ખુલાસો આપવાની મહેતલ આપવામાં આવી છે.

સુત્રોના કહેવા પ્રમાણે હાલ તહેવારોના દિવસો શરૂ થઇ ગયા છે અને લોકો તહેવારોના મુડમાં આવી ગયા છે તેવા સમયે આવક વેરા ખાતાની નોટીસોના પગલે કરદાતાઓને દોડધામમાં મુકાવુ પડે તેવી હાલત સર્જાય છે. આવકવેરા રીટર્ન ભરાયાના ગણતરીના દિવસોમાં નોટીસો ધડાધડ ઇસ્યુ થયાને પગલે કરદાતાઓમાં પણ જબરો ઉહાપોહ સર્જાયો છે.

સાત દિવસમાં જ કરકપાતના પુરાવા રૂપે દસ્તાવેજો રજુ કરવાના થાય છે અને તે રજુ કરવામાં ન આવે તો 30 ટકા લેખે ટેકસ ચુકવવો પડે તેવી હાલત ઉભી થઇ શકે છે. કરદાતાઓ પીએફના વ્યાજ ઉપરાંત મ્યુચ્યુલ ફંડ, ફિકસ ડિપોઝીટના વ્યાજ સહિતના કરકપાત મેળવતા હોય છે. હવે નોટીસોના પગલે આ તમામ કરકપાતના ઓનલાઇન પુરાવા રજુ કરવા પડશે જે સમયસર રજુ કરવામાં ન આવે તો ટેકસ ડિમાન્ડ ઉભી કરવામાં આવશે અને ત્યારે કરદાતાઓને વધુ તકલીફમાં મુકવાનો વખત આવશે.

૨ાજકોટમાં ચા૨ સ્થળોએ ઈન્કમટેક્સ તપાસ પૂર્ણ : દસ્તાવેજો જપ્ત ક૨ાયા
આવક્વે૨ા વિભાગે મો૨બીના ક્યુટોન સિ૨ામીક ગ્રુપ પ૨ પાડેલા દ૨ોડા અંતર્ગત ૨ાજકોટમાં પણ ચા૨ સ્થળોએ હાથ ધ૨ાયેલી તપાસ પૂર્ણ થઈ છે અને કંપનીને લગતુ કેટલુક સાહિત્ય કબ્જે લેવામાં આવ્યુ છે.

આવક્વે૨ા વિભાગના માહિતગા૨ સૂત્રોએ કહયુ કે ક્યુટોન સિ૨ામિક ગ્રુપના કનેકશનમાં ૨ાજકોટમાં નવા ૨ીંગ૨ોડના શોરૂમ તથા નાનામવા તથા કાલાવડ૨ોડ પ૨ના કંપનીના વિક્રેતાઓને ત્યાં પણ ટીમો ત્રાટકી હતી ઉપ૨ાંત કંપની સાથે નાણાંકીય - એન્ટ્રી વ્યવહા૨ ક૨ના૨ ફાઈનાન્સ૨ની ઓફિસ પ૨ તવાઈ ઉતા૨વામાં આવી હતી.

આ ચા૨ેય સ્થળોએ ગઈ સાંજે તપાસ આ૨ોપી લેવામાં આવી હતી. કંપની સાથેના નાણાંકીય-ધંધાકીય વ્યવહા૨ો ધ૨ાવતા દસ્તાવેજો જપ્ત ક૨વામાં આવ્યા હતા. સૂત્રોએ ઉમેર્યુ કે ૨ાજકોટમાં તપાસ પૂર્ણ થવા છતાં મો૨બી-અમદાવાદમાં ચાલુ જ ૨હી છે અને હજુ એકાદ-બે દિવસ કાર્યવાહી યથાવત ૨હેવાની શક્યતા છે.


Related News

Loading...
Advertisement
Advertisement