સિવિલમાં નવજાત શિશુ-સગર્ભા માટે કેવી સુવિધા, કેવી દુવિધા છે ? યુનિસેફની ટીમનું નિરીક્ષણ

10 August 2022 04:15 PM
Rajkot
  • સિવિલમાં નવજાત શિશુ-સગર્ભા માટે કેવી સુવિધા, કેવી દુવિધા છે ? યુનિસેફની ટીમનું નિરીક્ષણ

ઑસ્ટ્રેલિયાથી આવેલી તબીબોની ટીમે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ, પીડિયાટ્રિક, ગાયનેક સહિતના વોર્ડ ઉપરાંત એન-આઈસીયુની લીધી મુલાકાત: કોઈ સુવિધાની ઉણપ જણાશે તો તેના માટે પૂરતું ફંડ આપવાની પણ તૈયારી

રાજકોટ, તા.10
આંતરરાષ્ટ્રીય કક્ષાની એવી યુનિસેફ સંસ્થાના તબીબોએ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને નવજાત શિશુ અને સગર્ભા માટે કેવા પ્રકારની સુવિધા અને કેવા પ્રકારની દુવિધા છે તે અંગેનું નિરીક્ષણ કર્યું હતું. ઑસ્ટ્રેલિયાથી આવેલી તબીબોની ટીમે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ, પીડિયાટ્રિક, ગાયનેક સહિતના વોર્ડ ઉપરાંત એન-આઈસીયુની મુલાકાત પણ લીધી હતી.

યુનિસેફ સંસ્થાએ બાળકોના ઉછેર તેમજ તેમને પૂરતું પોષણ મળી રહે તે માટે કાર્ય કરતી સંસ્થા છે. ત્રણ વર્ષ પહેલાં પણ યુનિસેફની ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જો કે વચ્ચે કોવિડકાળ આવી જતાં તેમણે મુલાકાત લેવાનું ટાળ્યું હતું. જ્યારે આજે જામનગરથી યુનિસેફની ટીમ સીધી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચી હતી અને તેણે સૌથી પહેલાં પીડિયાટ્રિક વોર્ડમાં રહેલી સુવિધા-દુવિધા અંગેની જાણકારી મેળવી હતી.

નિષ્ણાત તબીબોની ટીમે ઉપરછલ્લી મુલાકાત લેવાની જગ્યાએ બારીકાઈથી તમામ વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું અને તબીબો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ગાયનેક વિભાગની પણ મુલાકાત લઈને તેમાં ઉભી કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આ બન્ને વોર્ડની મુલાકાત લીધા બાદ એન-આઈસીયુ સહિતની મુલાકાત લઈને ત્યાં શું શું વસ્તુની કમી છે, શું સુધારા-વધારા થઈ શકે તેમ છે તે અંગે પણ સિવિલના તબીબો સાથે વાટાઘાટ કરી હતી.

ખાસ કરીને સરકારના સગર્ભાની ડિલિવરીથી લઈ જન્મ લેનાર શિશુના ઉછેરની 100 દિવસ સુધીની સંભાળ લેવાના સરકારના મિશનની પણ જાણકારી મેળવી હતી. અંદાજે પાંચેક કલાક સુધી સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યા બાદ સાંજે પાંચ વાગ્યે સિવિલ સર્જન તેમજ કે.ટી.ચિલ્ડ્રન, ગાયનેક વિભાગના વડાઓ સાથે બેઠક કરીને સિવિલ હોસ્પિટલમાં હજુ શું શું સુવિધા ઉભી કરી શકાય તેમ છે તે મુદ્દે મંત્રણા કરી હતી.

યુનિસેફની ટીમ સાથે વોર્ડની મુલાકાત વખતે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલના વડા ડૉ.પંકજ બુચ, ગાયનેક વિભાગના વડા ડૉ.કમલ ગોસ્વામી સહિતના તબીબો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related News

Loading...
Advertisement
Advertisement