આવતી કાલે ગુરૂવારે સવારે 10-40 થી પૂર્ણિમા તિથી બેસે છે: રક્ષા બંધન અને જનોઈ બદલવાનો શ્રેષ્ઠ સમય છે

10 August 2022 04:15 PM
Rajkot Dharmik
  • આવતી કાલે ગુરૂવારે સવારે 10-40 થી પૂર્ણિમા તિથી બેસે છે: રક્ષા બંધન અને જનોઈ બદલવાનો શ્રેષ્ઠ સમય છે

► રક્ષાબંધન વિશે શાસ્ત્રીય સ્પષ્ટતા

► ગુરૂવારે સવારે 10-40થી આખો દિવસ દરમ્યાન રક્ષા બાંધી શકાય: ખાસ કરીને સવારે 10-40 થી બપોરે 3-30 તથા સાંજે 5-15 થી રાત્રે 9-30 સુધી શ્રેષ્ઠ સમય છે

રાજકોટ,તા.10 : ગુરુવારે સવારે 10:39 મિનિટે શ્રાવણ સુદ ચૌદશ પૂરી થાય છે અને સવારે 10:40 થી પૂર્ણિમા તિથિ બેસે છે. શ્રવણ નક્ષત્ર સવારે 6.55 થી બેસે છે.માટે રક્ષા બંધન તારીખ 11/08/2022 અને ગુરુવારે સવારે 10:40 થી જ છે. તેથી શાસ્ત્રીય મતાનુસાર યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદનાં ભૂદેવોને (તૈતરિય શાખા) તારીખ 11નાં ગુરુવારે સવારે 10:40 પછી ઉપવિત (જનોઈ,શ્રવણ નક્ષત્ર મા યજ્ઞોપવિત)બદલવાની છે.

ભૂદેવો ઉપરાંત જે જે ક્ષત્રિય સમાજના ભાઈઓ જનોઈ પહેરે છે તે તમામ ભાઈઓ માટે પણ આ નિયમ લાગુ પડશે.રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈના હાથે રક્ષા બાંધવા માટે તારીખ 11/08/2022 ગુરુવારે સવારે 10:40 થી જ આખા દિવસ દરમિયાન રક્ષા બાંધી શકાય છે.અમુક લોકોના વાહિયાત મેસેજ અને વિડિયો દ્વારા ભદ્રા (વિષ્ટિ કરણ દોષ) વિશે ડરાવવામાં આવી રહ્યા છે પરંતુ મકર રાશિમાં ચંદ્ર હોવાથી ભદ્રા પાતાળ લોકમાં વાસ કરતી હોવાથી પૃથ્વીલોક ઉપર એમનાં કોઈ પણ પ્રકારના દોષો લાગતા નથી માટે ગુરુવારે જ રક્ષા બંધન ની ઉજવણી કરવાની છે.

શ્રવણ નક્ષત્ર નુ મહત્વ હોય છે.રક્ષા બાંધવા માટે ઉત્તમ મુહુર્ત સવારે 11વાગ્યા થી બપોરે 3:30 વાગ્યા સુધી ઉત્તમ છે ઉપરાંત સાંજે 5:15 થી રાત્રે 9:30 સુધી સારું છે.તારીખ 12/08/2022 શુક્રવારે પૂનમ અને એકમ ભેગા હોવાથી શાસ્ત્રનાં મતાનુસાર રાખડી બાંધી શકાય નહીં તે બાબત ખાસ ધ્યાનમાં રાખવી.

ખાસ લેખ:- જયોતિષાચાર્ય દિપ્તેશજી અનંત પ્રસાદજી
(મો.98252 16391) જયોતિષ શાસ્ત્ર સબંધિત કોઈપણ કાર્ય માટે સંપર્ક કરો.


Related News

Loading...
Advertisement
Advertisement