વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા દેવાની સત્તા હવે શિક્ષણાધિકારીને સોંપી દેવાઇ

10 August 2022 04:21 PM
Ahmedabad Education Gujarat
  • વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા દેવાની સત્તા હવે શિક્ષણાધિકારીને સોંપી દેવાઇ

અગાઉ બોર્ડ સુધી લાંબુ થવું પડતું હતું

ગાંધીનગર, તા. 10
રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માધ્યમ બદલવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારી ને સોંપવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

અગાઉ આ સત્તા માત્ર ને માત્ર માધ્યમિક શિક્ષણ બોર્ડ પાસે જ હતી પરંતુ આ નિર્ણય બાદ હવે પછી વિદ્યાર્થી ના માધ્યમ બદલવા માટેનો આખરી નિર્ણય જે તે જિલ્લા શિક્ષણાધિકારી પાસે રહેશે. શિક્ષણ બોર્ડના સચિવ એનજી વ્યાસ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.

ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓને માધ્યમ બદલવાની સતા જિલ્લા શિક્ષણ અધિકારીઓ ને સોંપવામાં આવી હોવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી માધ્યમ બદલવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ પાસે મંજૂરી લેવી પડતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ જિલ્લા શિક્ષણ અધિકારી જ માધ્યમ બદલવાની મજૂરી આપશે એટલું જ નહીં શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ સ્કૂલોને લાગુ પડશે.


Related News

Loading...
Advertisement
Advertisement